AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોને મોકલ્યા પૈસા, શું ખરીદ્યું? Paytm નું આ નવું ફીચર કોઈને નહીં દેખાડે તમારી ‘પેમેન્ટ હિસ્ટ્રી’

મહિનાના અંતે UPI ખર્ચનો હિસાબ રાખવો હવે એકદમ સરળ બની ગયો છે. Paytm એ તેના યુઝર્સ માટે બે ખાસ નવા ફીચર્સ રજૂ કર્યા છે, જેની મદદથી તમે તમામ લિંક્ડ બેંક એકાઉન્ટ્સનું Total Balance એક જ સ્ક્રીન પર જોઈ શકશો. આ ઉપરાંત, પ્રાઇવસી જાળવી રાખવા માટે હવે તમે તમારી પસંદગીની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને પણ હાઇડ કરી શકો છો.

કોને મોકલ્યા પૈસા, શું ખરીદ્યું? Paytm નું આ નવું ફીચર કોઈને નહીં દેખાડે તમારી 'પેમેન્ટ હિસ્ટ્રી'
Image Credit source: AI Generated
| Updated on: Sep 21, 2026 | 6:09 PM
Share

મહિનાની શરૂઆતમાં પગાર આવતા જ બેંક એકાઉન્ટ ભરેલું નજરે પડે છે પરંતુ મહિનાના અંત સુધીમાં પૈસા ક્યાં ખર્ચાઈ ગયા, તેનો હિસાબ લગાવવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય અને રોજિંદા UPIથી નાના-મોટા પેમેન્ટ થતા હોય.

હવે Paytm એ આ મુશ્કેલીને દૂર કરવા માટે એવા ફીચર્સ રજૂ કર્યા છે, જેની મદદથી યુઝર્સ એક જ જગ્યાએ તમામ લિંક્ડ બેંક ખાતાઓનું કુલ બેલેન્સ જોઈ શકે છે. એટલું જ નહીં, મહિના દરમિયાન ક્યાં અને કેટલા પૈસા ખર્ચાયા? તેની માહિતી પણ મળશે. આ સાથે જ, જે પેમેન્ટને તમે બીજાથી છુપાવીને રાખવા માંગો છો, તેને પ્રાઇવેટ રાખવાની સુવિધા પણ મળશે.

એક જ જગ્યાએ દેખાશે તમામ બેંક ખાતાના પૈસા

જો તમારી પાસે બે કે ત્રણ બેંક એકાઉન્ટ છે, તો તેમાં જમા કુલ રકમનો અંદાજ લગાવવા માટે હવે અલગ-અલગ બેંકિંગ એપ ખોલવાની જરૂર નહીં પડે. Paytm ના Balance & History સેક્શનમાં Total Balance ફીચર આપવામાં આવ્યું છે. આ લિંક્ડ બેંક ખાતાઓમાં રહેલી રકમને એક જ જગ્યાએ દર્શાવે છે.

આ માટે યુઝર્સે દરેક બેંક એકાઉન્ટને UPI PIN દ્વારા વેરિફાય કરવું પડશે. આ પછી એપ તમામ ખાતાના બેલેન્સને ઉમેરીને સ્ક્રીન પર કુલ રકમ દર્શાવે છે. આનાથી તમને તરત જ ખબર પડી જશે કે તમારા તમામ લિંક્ડ બેંક ખાતાઓમાં કુલ કેટલા પૈસા છે.

હવે પેમેન્ટને કરી શકશો Hide

ઘણી વખત આપણે એવું પેમેન્ટ કરીએ છીએ, જે બીજા સામે દર્શાવવા (જેમ કે, કોઈના માટે ખરીદેલી ગિફ્ટ, મેડિકલ ખર્ચ અથવા કોઈ પર્સનલ મની ટ્રાન્સફર કરેલ હોય) નથી માગતા.

આવા પેમેન્ટ માટે Paytm માં Hide Payments ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની પસંદગીની પેમેન્ટ એન્ટ્રીને મુખ્ય હિસ્ટ્રીમાંથી હટાવીને એક અલગ પ્રોટેક્ટેડ સેક્શનમાં રાખી શકે છે.

Paytm માં પેમેન્ટ હાઇડ કેવી રીતે કરાય?

  1. સૌથી પહેલા તમારા મોબાઈલમાં Paytm એપ ખોલો.
  2. હવે Balance & History સેક્શનમાં જાઓ.
  3. ત્યારબાદ જે પેમેન્ટને છુપાવવા માંગો છો, તેને ડાબી બાજુ સ્વાઇપ (Swipe) કરો.
  4. સ્ક્રીન પર દેખાતા Hide ઓપ્શન પર ટેપ કરો.
  5. હવે Yes, Hide Payment પર ક્લિક કરીને કન્ફર્મ કરો.
  6. આ પછી તે પેમેન્ટ તમારી મુખ્ય ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાંથી છુપાઈ જશે.

જો કે, આનાથી પેમેન્ટ ડિલીટ નથી થતું અને ન તો ટ્રાન્ઝેક્શનમાં કોઈ ફેરફાર થાય છે. છુપાવેલા પેમેન્ટને પાછળથી ફોનના PIN અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા જોઈ શકાય છે.

આનાથી યુઝર્સને પોતાની પેમેન્ટ હિસ્ટ્રીની પ્રાઇવસી પર વધુ કંટ્રોલ મળે છે. આ ઉપરાંત યુઝર્સ પોતાના પેમેન્ટ સ્ટેટમેન્ટને PDF અથવા Excel ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકે છે. આ સુવિધા ઘણા લોકો માટે મદદરૂપ સાબિત થશે.

Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">