AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ ‘અનાનસ’ ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય? જાણો તેના સેવનની સાચી રીત અને ફાયદા

અનાનસ માત્ર ખાવામાં જ ખાટ્ટો-મીઠો અને સ્વાદિષ્ટ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. ડાયાબિટીસના દર્દીઓથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી... અનાનસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. અનાનસ ખાવાથી પાચનતંત્ર, બ્લડ પ્રેશર અને રોગ પ્રતિકારક શક્તિમાં અદ્ભુત સુધારા થાય છે.

| Updated on: Sep 19, 2026 | 7:55 PM
Share
પાઈનેપલ, જેને અનાનસ પણ કહેવામાં આવે છે, તે માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી હોતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, અનાનાસનો છોડ બહુ વધારે ઊંચો નથી હોતો.

1 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પાઈનેપલ ફાયદાકારક છે, તે શુગર લેવલને બહુ ઝડપથી વધારતું નથી. હૃદય રોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, અનાનાસમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

2 / 7
'અનાનસ' વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન C શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આનાથી શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ કોષોને નુકસાન થતાં અટકાવે છે.

3 / 7
અનાનસમાં 'બ્રોમેલેન' નામનો એક ખાસ એન્ઝાઇમ મળી આવે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ, બ્રોમેલેન પ્રોટીનને સરળતાથી તોડવામાં મદદ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે. બીજું કે, જેમને પેટમાં ભારેપણું, ગેસ કે કબજિયાતની ફરિયાદ રહેતી હોય, તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

4 / 7
અનાનસમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેનાથી હૃદય પર દબાણ ઘટે છે. આ ઉપરાંત, તેમાં રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં સહાયક છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

5 / 7
અનાનસમાં રહેલા બ્રોમેલેન એન્ઝાઇમમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો ઉતારવાના) ગુણો હોય છે. તે શરીરના અંદરના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. આર્થરાઇટિસ કે સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે તેનું નિયમિત સેવન રાહત આપી શકે છે.

6 / 7
ખાસ વાત એ છે કે, અનાનસમાં મેંગેનીઝ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. મેંગેનીઝ હાડકાંને મજબૂત બનાવવા અને તેની ઘનતા જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી ખનીજ છે.

7 / 7
ડિસ્ક્લેમર: (આ લેખમાં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, તમારી ડાયેટમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો.)

વારસાગત સોનું વેચીને પત્ની માટે ખરીદ્યો iPhone 18 Pro Max, જાણીતા બિઝનેસમેનની પોસ્ટે ઈન્ટરનેટ પર જગાવી નવી ચર્ચા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">