AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: અચાનક ચક્કર આવે તો ગભરાશો નહીં, તરત આ 6 કામ કરો અને તબિયતમાં સુધારો આવશે

અચાનક ચક્કર આવી જાય એ કોઈ નાની વાત નથી, તે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. હવે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક શું કરવું જોઈએ, ચાલો તે વિશે જાણીએ...

| Updated on: Aug 02, 2025 | 7:30 PM
Share
ઘણીવાર લોકો ચક્કર આવવાને સામાન્ય માને છે. લોકોનું માનવું છે કે, આ તો થાક, નબળાઈ અથવા ગરમીને કારણે થાય છે. હવે જો ચક્કર વારંવાર આવે તો એ શરીરમાં ચાલતા ગંભીર કે છુપાયેલા રોગની ચેતવણી હોઈ શકે છે.

1 / 7
તરત જ બેસો અથવા સૂઈ જાઓ: ચક્કર આવે ત્યારે ઊભા રહેવાને બદલે તરત બેસી જવું કે સુઈ જવું જોઈએ. આવું કરવાથી પડી જવાની શક્યતા ટાળી શકાય છે અને મગજમાં લોહીનો પ્રવાહ સામાન્ય રહે છે.

2 / 7
ઊંડો શ્વાસ લો અને આંખો બંધ કરો: ઊંડો શ્વાસ લેતા શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ વધે છે અને મગજને આરામ મળે છે. આંખો બંધ રાખીને થોડીવાર શાંતિથી બેસી જાવ અથવા સુઈ જાવ.

3 / 7
મોબાઇલ કે સ્ક્રીનથી અંતર રાખો: ચક્કર આવતી સ્થિતિમાં મોબાઈલ, ટીવી અથવા લેપટોપની સ્ક્રીનથી તરત દૂર થઈ જાવ, કારણ કે આવું કરવાથી સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

4 / 7
માથું ઊંચું રાખીને સૂઈ જાઓ: જો તમે સુઈ રહ્યા હોવ તો પ્રયત્ન કરો કે તમારું માથું થોડીક ઊંચાઈ પર રહે. આમ કરવાથી બ્લડ પ્રેશર અને મગજની સ્થિતિ વચ્ચે યોગ્ય સંતુલન બની રહે છે.

5 / 7
ગ્લુકોઝ પીવો: ચક્કર આવવાનું એક કારણ ડિહાઇડ્રેશન કે બ્લડ શુગરનો ઘટાડો હોઈ શકે છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણી કે ગ્લૂકોઝ પીને તાત્કાલિક રાહત મેળવી શકાય છે.

6 / 7
જો વારંવાર ચક્કર આવે તો ડૉક્ટરનો સંપર્ક કરો: જો તમને વારંવાર ચક્કર આવે છે તો તે વિટામિનની ઉણપ, બ્લડ પ્રેશર અથવા કાનની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આવા કિસ્સામાં ડૉક્ટર પાસે તપાસ કરાવવી મહત્વપૂર્ણ બને છે.

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">