Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમામ પોસ્ટ ઓફિસ બની જશે બેંક ! રાજ્યસભામાં જે પોસ્ટ ઓફિસ બિલને મળી મંજૂરી, તેના વિશે જાણો A ટુ Z બધુ

પોસ્ટ ઓફિસ બિલ 2023 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ બ્રિટિશ જમાનાના ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ 1898નું સ્થાન લેશે. સરકારે બિલમાં ઘણી દરખાસ્તો પણ કરી છે. તેમનો ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસને સેવા પ્રદાતા બનાવવાનો છે. સરકાર પોસ્ટ ઓફિસને માત્ર પોસ્ટલ સેવાઓ સુધી સીમિત રાખવા માગતી નથી.

| Updated on: Jan 07, 2024 | 3:55 PM
પોસ્ટ ઓફિસ બિલ, 2023ને રાજ્યસભાએ વોઇસ વોટ દ્વારા મંજૂરી આપી હતી. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ્દ કરવાનો અને દેશમાં પોસ્ટ ઓફિસો સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. પોસ્ટ ઓફિસની ઘણી પ્રક્રિયાઓને આ કાયદા દ્વારા સરળ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા સંબંધિત પગલાં પણ લેવામાં આવ્યા છે.

1 / 6
આ સેવાઓમા કેટલાક ફેરફારો પોસ્ટ ઓફિસોની સેવાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેથી પોસ્ટ ઓફિસ હવે ફક્ત પોસ્ટ ઓફિસ નહીં રહે તેને હવે નાગરિકો માટે સેવાઓના કેન્દ્રો તરીકે વિકસાવવાની યોજના સરકાર બનાવી રહી છે. આ સાથે કેટલીક નકારાત્મક આશંકા આ યોજના અંગે વ્યક્ત કરવામાં આવી હતી. જેને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર કરી હતી. જેમાં સૌથી મોટી આશંકા તેમના ખાનગીકરણને લઈને હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારનો પ્રયાસ પોસ્ટ ઓફિસોને બેંકોમાં રૂપાંતરિત કરવાની સાથે તેમને સર્વિસ પ્રોવાઈડર બનાવવાનો છે.

2 / 6
પોસ્ટ ઓફિસ બિલ શું છે તેને લઈને વાત કરવામાં આવે તો 125 વર્ષ જૂના પોસ્ટ ઓફિસ કાયદામાં સુધારો કરવા માટે  આ બિલ લાવવામાં આવ્યું છે તેવું સરકારનું કહેવું છે. સમગ્ર દેશમાં પોસ્ટ, પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન પર ભરોસો છે. પોસ્ટ ઓફિસ બિલ (2023) 10 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ (1898)નું સ્થાન લેશે. તેના નેટવર્ક દ્વારા વિવિધ નાગરિક-કેન્દ્રિત સેવાઓની ડિલિવરીનો સમાવેશ આ બિલમાં કરવામાં આવ્યો છે.

3 / 6
બિલ લાવવા પાછળ સરકારનો પણ કોઈક ને કોઈક હેતુ હશે. જેમાં સરકાર પોસ્ટ ઓફિસોને પુનઃજીવિત કરવા કામે લાગી છે. પોસ્ટ ઓફિસને પણ સરકાર નાગરિકોને સેવા આપતી સંસ્થા બનાવવા માગે છે. તેને બેંકોમાં રૂપાંતરિત કરવા માટે છેલ્લા નવ વર્ષમાં અનેક પ્રયાસો કર્યા છે. પોસ્ટ ઓફિસો વ્યવહારીક રીતે બેંકોમાં પરિવર્તિત થઈ ગઈ છે.

4 / 6
અહલ સુધીમાં પોસ્ટ ઓફિસના વિસ્તરણ તરફ નજર કરવામાં આવે તો 2004 થી 2014 વચ્ચે 660 જેટલી પોસ્ટ ઓફિસ બંધ થઈ હતી. આ જ સમયે, 2014 થી 2023 ની વચ્ચે, લગભગ 5,000 જેટલી નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી હતી અને લગભગ 5746 પોસ્ટ ઓફિસો ખોલવાની પ્રક્રિયામાં છે. પોસ્ટ ઓફિસમાં ત્રણ કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાં એક લાખ 41 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.

5 / 6
અશ્વિની વૈષ્ણવે આ સુધારા અંગે જણાવ્યુ હતું કે પોસ્ટ ઓફિસ એક્સપોર્ટ ફેસિલિટી એક એવી સુવિધા છે જેમાં દેશના દૂરના ભાગમાં રહેતો કોઈપણ વ્યક્તિ વિશ્વમાં કોઈ પણ સ્થળે પોતાનો માલ એક્સપોર્ટ કરી શકે છે. હાલમાં 867 પોસ્ટલ એક્સપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી રૂ.60 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી છે. આ બિલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસોને પત્ર સેવામાંથી સેવા પ્રદાતાઓમાં પરિવર્તિત કરવાનો અને પોસ્ટ ઓફિસોને બેંકોમાં રૂપાંતરિત કરવાનો છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">