Weather : હવામાન વિભાગના રેડ, ઓરેન્જ અને ગ્રીન એલર્ટનો અર્થ શું થાય છે? જાણો
શું તમે જાણો છો કે IMD દ્વારા જાહેર કરાયેલ દરેક રંગ કોડ અથવા ચેતવણીનો અર્થ શું થાય છે ? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે દરેક કલર કોડનો અર્થ શું છે.નાની-નાની સાવધાનીઓ પણ જરુર આપે છે.

ભીષણ ગરમી હોય કે ઠંડી હંમેશા ટીવી,મોબાઈલ પર ન્યુઝ જોતા IMD દ્વારા જાણકારી અને હવામાન વિશે ચેતવણી આપતા તમે કેટલીક વખત સાંભળ્યું હશે. તમને જણાવી દઈએ કે, આઈએમડી હવામાન સાથે જોડાયેલી ગંભીરતા અને સંભાવિત આગાહી જણાવવા માટે ચાર રંગના કોડનો ઉપયોગ કરે છે.

આ ચાર રંગના કોડ દેશમાં વરસાદ,વાવાઝોડું, તુફાન, ગરમી, ઠંડી જેવી સ્થિતિની જાણકારી આપવા માટે જાહેર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ક્યો રંગનો કોડ કઈ ચેતવણી આપે છે. જો નહી તો તમને જણાવી દઈએ કે, ક્યાં રંગના કોડનો મતલબ શું થાય છે.

પીળો રંગ સતર્ક રહેવાનો ઈશારો આફે છે. આ કોડ દર્શાવે છે કે, હવામાનની સ્થિત કેટલાક દિવસ સુધી ખરાબ રહી શકે છે. હવામાન બગડવાના કારણે રોજિંદા કામ પર અસર પડી શકે છે. ત્યારે નિયમિત રુપથી હવામાન અપટેડ્સ લેવાની સાથે સાથે નાની-નાન સાવધાનીઓ પણ જરુર આપે છે.

લાલ રંગનો કલર કોડનો મતલબ થાય છે તરત કાર્યવાહી કરો,આનો મતલબ હવામાનની સ્થિતિ અત્યંત ગંભીર છે. જે જીવન અને સંપત્તિ માટે ખતરો બની શકે છે. જેમાં પુર,વિજળીનો કાપ, વાહનવ્યવ્હાર બંધ તેમજ મોટું નુકસાન સામેલ થઈ શકે છે. આ કોડ સલાહ આપે છે કે, તરત સુરક્ષિત સ્થાન પર જાઓ, તેમજ જરુરી દિશા-નિર્દેશોનું પાલન કરો.

આઈએમડીના લીલા રંગના કોડનો મતલબ થાય છે બધું બરાબર છે. આ રંગ બતાવે છે કે, હવામાનની સ્થિતિ સામાન્ય છે. કોઈ પણ પ્રકારનો ખતરો નથી. આ કારણે કોઈ કાર્યવાહીની જરુરત નથી.

ઓરેન્જ રંગનો કલર કોડ અલર્ટ અત્યધિક ખરાબ હવામાનની ચેતવણી આપે છે. આ રંગ, રસ્તા,રેલવે અને હવાઈ માર્ગમાં કોઈ અવરોધ, વિજળીની જેવી સમસ્યાઓ માટે વ્યક્તિને પહેલાથઈ જ તૈયાર રહેવા માટે અલર્ટ રાખે છે. ઉદાહરણ માટે આવશ્યક સામાનનો સ્ટોક કરો અને પ્રવાસથી બચવાનું કહેવામાં આવે છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
