Vastu Tips : ભૂલથી પણ ઘરમાં આ વસ્તુઓ ન રાખવી, નહિતર કંગાળ થઈ જશો
ઘણી વખત આપણે ધ્યાનમાં નથી લેતા કે આપણા ઘરમાં રાખેલી કેટલીક ચીજો આપણા દુર્ભાગ્યનું કારણ બની શકે છે. આ વસ્તુઓ નકારાત્મકતા અને ગરીબીને આકર્ષે છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ વધે છે. તેથી, ઘરમાંથી આ વસ્તુઓને તરત જ દૂર કરવી જરૂરી છે.

ઘરમાં મહાભારતનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારત ભાઈઓ વચ્ચેના યુદ્ધ અને કૌટુંબિક વિખવાદનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર ઝઘડા અને મતભેદો વધી શકે છે, અને ઘરની શાંતિ ભંગ થઈ શકે છે.

તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તેને ઘરમાં રાખવું શુભ નથી. તાજમહેલ એક કબર છે, જે મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પ્રતીક છે. તેથી, ઘરમાં તેનો ફોટો કે પ્રતિકૃતિ રાખવાથી નકારાત્મક ઊર્જા અને દુઃખ આવી શકે છે, જે પરિવાર માટે યોગ્ય નથી.

ઘરમાં ક્યારેય સુકાઈ ગયેલો મની પ્લાન્ટ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, સુકાયેલો છોડ નકારાત્મકતા લાવે છે અને ધન ઘટવા લાગે છે. જો મની પ્લાન્ટના પાંદડા સુકાવા લાગે, તો તરત જ તેને દૂર કરવા જોઈએ.

જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ પાણી જમા થઈ રહ્યું હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. નહીં તો આ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે.

ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે તે તમારા સમય પર પણ નકારાત્મક અસર કરે છે.

ઘરમાં ગૂંચવાયેલા વાયરો પણ ક્યારેય ન રાખવા જોઈએ. આ ઉપરાંત, તૂટેલો અરીસો રાખવાથી પણ નકારાત્મક ઉર્જાનો સંકેત મળે છે.

વ્યક્તિએ ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ પસંદ ન કરવા જોઈએ. એવું કહેવાય છે કે કાંટાવાળા છોડ ઘરમાં ઝઘડા લાવે છે અને નકારાત્મક ઉર્જા વધારે છે. (Disclaimer : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
