AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : પર્સમાં રાખેલી આ 5 વસ્તુઓ તમને ધનવાન બનાવશે, તમારા પાકીટમાં છે કે નહી?

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Oct 31, 2025 | 4:00 PM
Share
મોટાભાગના લોકો એવું માને છે કે, પાકીટ ફક્ત પૈસા રાખવા માટે જ કામમાં આવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, પાકીટ એ આર્થિક સ્થિતિ અને ઉર્જા સાથે જોડાયેલું છે.

1 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારું પર્સ કઈ રીતે રાખવામાં આવે છે અને તેમાં કઈ વસ્તુઓ છે, તેની સીધી અસર તમારી આવક પર પડે છે. જો તમે ઇચ્છો છો કે, તમારા પર્સમાં હંમેશા પૈસા અને સમૃદ્ધિ રહે, તો તમારે વાસ્તુના કેટલાક સરળ પણ અસરકારક નિયમોનું પાલન કરવું જોઈએ.

2 / 7
પીપળાનું પાન : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં પીપળાનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાન પર્સમાં રાખતા પહેલા તેને હળદરથી રંગીને સુકવી લો. આવું કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.

3 / 7
ચોખાના કેટલાક દાણા : વાસ્તુ નિષ્ણાતોના મતે લાલ કપડામાં ચોખાના કેટલાક દાણા બાંધીને પર્સમાં રાખો. આને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે અને તે પૈસાને આકર્ષે છે.

4 / 7
ગણેશજી-લક્ષ્મી મૈયાનો નાનો ફોટો : વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ગણેશજી-લક્ષ્મી મૈયાની તસવીર કે કોઈ સિક્કો રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ખર્ચ ઓછો રહે છે. આ સિવાય આવક પણ વધે છે.

5 / 7
ચાંદીનો સિક્કો : ચાંદીને સંપત્તિનો કારક માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી સમૃદ્ધિ આવે છે. જો તમે આવું કરો છો, તો થોડી જ વારમાં પૈસા તમારી પાસે આવવા લાગે છે.

6 / 7
શુભ સંકેત ધરાવતો કાગળ : કેટલાક લોકો પર્સમાં "ઓમ", "શ્રી", અથવા "સ્વસ્તિક" જેવા શુભ ચિહ્નને લગતો નાનો કાગળ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ કાગળ પર્સમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

7 / 7

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">