AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાની ‘પોર’ બેઠક પર જંગ જીત્યા અંકિતા પરમાર : આખી ચૂંટણીમાં કેમ ચર્ચામાં રહી હતી આ બેઠક? જાણો

વડોદરા જિલ્લા પંચાયતની 34 માંથી 32 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જોકે, ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. જાણો વોર્ડ વાઈઝ વિજેતાઓની યાદી.

| Updated on: Apr 28, 2026 | 6:19 PM
Share
વડોદરા શહેર અને જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વડોદરામાં ભાજપે મોટાભાગની બેઠકો પર કબ્જો જમાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે મજબૂત પુનરાગમન પણ કર્યું છે.

1 / 10
જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપની સ્વીપ: વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 2 બેઠકો ગઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત એવી પોર બેઠક પર ભાજપના અંકિતા પરમારે જીત મેળવી છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો 170 બેઠકોમાંથી 146 પર ભાજપ અને 20 બેઠકો પર કોંગ્રેસે જીત નોંધાવી છે.

2 / 10
ડભોઇમાં કોંગ્રેસનો પંજો અને પાદરામાં ભાજપની ઐતિહાસિક જીત: નગરપાલિકાઓના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડભોઇ નગરપાલિકાની 21 બેઠકો જીતીને કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. જોકે, પાદરામાં ભાજપે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પાદરા પાલિકાની 28 માંથી 23 અને જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો ભાજપે કબ્જે કરી છે.

3 / 10
વડોદરા શહેરના મુખ્ય વિજેતાઓ : વોર્ડ 4, 5, 7, 10 અને 13: આ તમામ વોર્ડમાં ભાજપની આખી પેનલ (ચારેય ઉમેદવારો) નો ભવ્ય વિજય થયો છે.

4 / 10
વોર્ડ 14 (મિશ્ર પરિણામ): અહીં બે બેઠક ભાજપ (દીપિકાબેન પટણી, અંકિતાબેન સોની) અને બે બેઠક કોંગ્રેસને મળી છે. મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા શ્રીવાસ્તવ અહીંથી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા થયા છે.

5 / 10
વોર્ડ 16: અહીં પણ રસાકસી જોવા મળી, જેમાં બે બેઠક કોંગ્રેસ (ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અલકાબેન પટેલ) અને બે બેઠક ભાજપના ફાળે ગઈ છે.

6 / 10
વોર્ડ 1: અહીં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ અને કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલાએ જીત મેળવી છે, જ્યારે અન્ય બે બેઠકો ભાજપને મળી છે.

7 / 10
રાજકીય પ્રતિક્રિયા: પાદરાની ભવ્ય જીત બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ જીતનો શ્રેય મતદારોને આપ્યો છે. સમગ્ર જિલ્લામાં નગરપાલિકાની કુલ 112 બેઠકોમાંથી 81 પર ભાજપ અને 27 પર કોંગ્રેસનો વિજય થયો છે. વડોદરાના આ પરિણામો આગામી સમયમાં જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો રચશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

8 / 10
કાર્યકરોમાં અનેરો ઉત્સાહ: જેવા અંકિતા પરમારના વિજયના સમાચાર આવ્યા કે તરત જ પોર વિસ્તારમાં ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વિજય બાદ અંકિતા પરમારે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, "આ જીત મારી નથી, પોરની જનતાના વિશ્વાસની જીત છે."

9 / 10
વડોદરા જિલ્લા પંચાયતની 34 માંથી 32 બેઠકો ભાજપે જીતી છે, પરંતુ આ પ્રચંડ વિજયમાં પોર બેઠકનો કેસરિયો ભાજપ માટે ખાસ માનવામાં આવી રહ્યો છે.

10 / 10

Vadodara Local Body Election Result : ભાજપમાંથી સસ્પેન્ડ થયા કોંગ્રેસમાં જઈ જીતી ચૂંટણી, જાણો કોણ છે આશિષ જોષી

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે

જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત

અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત

સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ

Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી

PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો

સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ

ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video

મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ

મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">