AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 MI vs RR: ESA પહેલ હેઠળ 20 હજારથી વધુ બાળકો માટે આજની મેચ બનશે અવિસ્મરણીય !

દર વર્ષે, ESA (Education and Sports for All) મેચ ડે વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવે છે. આજે રવિવાર (24મે) ના રોજ બપોરે, મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમવામાં આવશે. ત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના 20,000થી વધુ બાળકો આ મેચ જોવા આવશે.

IPL 2026 MI vs RR: ESA પહેલ હેઠળ 20 હજારથી વધુ બાળકો માટે આજની મેચ બનશે અવિસ્મરણીય !
ESA Match Day MI vs RR IPL 2026Image Credit source: Mumbai Indians
| Updated on: May 24, 2026 | 9:47 AM
Share

ESA (Education and Sports for All) પહેલનું દ્રષ્ટિકોણ શ્રીમતી નીતા એમ. અંબાણી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડના (NAB) 100 દૃષ્ટિહીન બાળકો, બહેરા બાળકો જેવા અનેક મિત્રો આજના મેચનો અનુભવન કરશે. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી 20,000થી વધુ બાળકો આજની મેચ જોવા આવશે. જેમાં 200થી વધુ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો પણ સામેલ છે.

ESA મેચ આપણા બધા માટે એક ખાસ રમત: સચિન તેંડુલકર

ESA મેચ પહેલા બોલતા સચિન તેંડુલકરે કહ્યું કે વાનખેડે ખાતે ESA મેચ આપણા બધા માટે એક ખાસ રમત છે. મને હજુ પણ યાદ છે કે મેં 1983 માં બાળપણમાં વાનખેડે ખાતે મેચ જોઈ હતી અને તે યાદો હંમેશા મારી સાથે રહી છે મને ખાતરી છે કે આ બાળકો પણ આ ક્ષણોને જીવનભર પોતાની સાથે રાખશે.

#OneFamilyની લાગણી

ESAને ખરેખર ખાસ બનાવે છે એ વાત કે સમગ્ર મુંબઈ શહેર હજારો બાળકો માટે આ જીવનનો એકવાર મળતો અનુભવ સર્જવા માટે એક થાય છે. ખેલાડીઓ અને ચાહકોથી લઈને સ્વયંસેવકો, NGO અને ભાગીદાર સંગઠનો દરેક વ્યક્તિ #OneFamily ની ભાવનાને સમર્થન આપે છે.

બાળકો માટે આજનો દિવસ અવિસ્મરણીય

500થી વધુ BEST અને ખાનગી બસો મુંબઈ અને મહારાષ્ટ્રમાં બાળકોને પરિવહન કરશે જેમાં તબીબી ટીમો, પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક અધિકારીઓ, NGO અને રિલાયન્સના 2,000થી વધુ સ્વયંસેવકો, 1,00,000+ ફૂડ બોક્સ અને વિશાળ ઓન ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફનો સમાવેશ થવાનો છે. આ દરેક લોકો સાથે મળીને બાળકોની સેફ્ટી અને તેમનો આજનો દિવસ અવિસ્મરણીય બનાવવા માટે કામ કરશે.

ESA શું છે?

રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા સંચાલિત ESA આ એક ખાસ પહેલ છે. જે બાળકોના શિક્ષણ અને રમતગમતના વિકાસ માટે કાર્ય કરે છે. જ્યારે બાળકો આખરે વાનખેડેમાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી મોટો ઉત્સાહ ફક્ત બાઉન્ડ્રી અથવા વિકેટ માટે નહીં પરંતુ સપના, શિક્ષણ અને રમતગમતના માન્યતા માટે હોય છે જે ખરેખર જીવન બદલી શકે છે. છેલ્લા 16 વર્ષોમાં રિલાયન્સ ફાઉન્ડેશનની ESA પહેલોએ ભારતના 28 રાજ્યોમાં 29 મિલિયનથી વધુ બાળકોને પ્રભાવિત કર્યા છે.

આ પણ વાંચો, IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">