Breaking News : ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત ! કહ્યું- હવે આરામ કરવો છે, જુઓ-Video
નરેશ પટેલે નિવૃતિને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ખોડલધામના દશાબ્દી મહોત્સવને લઈ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, “આગામી વર્ષ 2027થી મારે આરામ કરવો છે.
રાજકોટમાં ખોડલધામના એક કાર્યક્રમ દરમિયાન ચેરમેન નરેશ પટેલે નિવૃતિને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ખોડલધામના દશાબ્દી મહોત્સવને લઈ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, “આગામી વર્ષ 2027થી મારે આરામ કરવો છે. હવે મારી ટીમ સક્ષમ છે, તેથી હું આરામ લઈ શકું છું.”
નરેશ પટેલે નિવૃતિને લઈને આપ્યા સંકેત
નરેશ પટેલના આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. જોકે બાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “હું ઘણા વર્ષોથી આરામ લેવાનું વિચારી રહ્યો છું, પરંતુ કેટલાક કારણોસર અત્યાર સુધી આરામ લઈ શકતો નહોતો.”
નવી પેઢીને તક આપવાનો આપ્યો સંદેશ
ખોડલધામના આગામી ચેરમેન કોણ હશે તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં નરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “મારો પરિવાર ખોડલધામમાં ક્યારેય મારી જગ્યા નહીં લે.” તેમના આ નિવેદનને સંગઠનમાં પારદર્શક નેતૃત્વ અને નવી પેઢીને તક આપવાના સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખોડલધામને જાન્યુઆરી 2027માં 10 વર્ષ પૂર્ણ થવાના છે. આ નિમિત્તે 19, 20 અને 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવને લઈને રથયાત્રાનું પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ નરેશ પટેલે પોતાના નિવૃતિના સંકેતો આપતા સૌનું ધ્યાન ખેંચ્યું છે.
પાટીદાર સમાજમાં વિવિધ ચર્ચાઓ શરૂ
નરેશ પટેલના નિવેદન બાદ ખોડલધામ સાથે જોડાયેલા આગેવાનો અને પાટીદાર સમાજમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી ખોડલધામને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં નરેશ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સામાજિક સેવા, શિક્ષણ અને યુવાનોને પ્રોત્સાહન આપવાના અનેક પ્રકલ્પો દ્વારા ખોડલધામે વિશેષ સ્થાન મેળવ્યું છે. હવે 2027 બાદ સંસ્થાનું નેતૃત્વ કોણ સંભાળશે અને આગામી દિશા શું રહેશે તે મુદ્દે સૌની નજર ટકેલી છે.
Breaking News : ગુજરાત સહિત આ રાજ્યોમાં Wet Bulbનો ખતરો ! વૈજ્ઞાનિકોએ જાહેર કરી ચેતવણી, વધી શકે છે આ સમસ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે

