Kheda Breaking News : મીનાવાડાના દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી! CCTVમાં કેદ થઇ મહિલા, જુઓ Video
દેશભરના તમામ મંદિરોમાં ચોરીની ઘટનાઓ બનતી રહે છે. જેમાં ચોર મોટાભાગે દાનપેટી, સોના-ચાંદીનો હાર અને કિંમતી ઘરેણાંની ચોરી કરતા હોય છે. આ જ પ્રકારની એક ઘટના ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડાના દશામાતા મંદિરમાં બની છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડાના દશામાતા મંદિરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
મંદિરની લોખંડની જાળી ખોલીને એક અજાણી મહિલા અંદર ઘૂસી હતી. દર્શન કરવાના બહાને આવેલી આ મહિલા ગણતરીની મિનિટોમાં માતાજીના ગળામાંથી લાખોના હાર સેરવીને પળવારમાં ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
ગત તારીખ 19 મેના રોજ આ ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મહુધા પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી છે.
રાજ્યમાં બનેલી તાજેતરની મુખ્ય ઘટના
મોડાસર ગામના પૌરાણિક મંદિરમાં 4 લાખથી વધુની ચાંદી સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા માંજલપુર વિસ્તારમાં ચોર દાનપેટીને ઉઠાવી લઈ ગયા હતા. છાણી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાંથી ચરણપાદુકા અને તલવારો પણ ચોરીઈ હતી. નડિયાદમાં આવેલી શ્રી મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં પણ સંક્રાંતિની રાત્રે ચોરી થઈ હતી.
આ પણ વાંચો, Mahisagar Breaking News: મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ, અત્યાર સુધી 31 આરોપી ઝડપાયા
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
