23 May 2026

રોકાણકારોની કિસ્મત ચમકી! આ કંપનીએ કર્યું ₹15,000 કરોડના 'શેર બાયબેક'નું એલાન

શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા અને માર્કેટ પર નજર રાખતા લોકો માટે એક મોટી ખબર સામે આવી રહી છે.

રોકાણકારો માટે ખાસ 

આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીએ શુક્રવારે શેરબજાર બંધ થયા પછી શેર બાયબેક (શેર પરત ખરીદવા) અંગે મોટું અપડેટ આપ્યું છે. 

બાયબેક અંગે મોટું અપડેટ

કંપનીએ જણાવ્યું છે કે, તેણે પોતાના 15,000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે 5 જૂન 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. 

રેકોર્ડ ડેટ કઈ?

આ રેકોર્ડ ડેટના આધારે કંપની એ નક્કી કરશે કે, કયા શેરધારકો આ બાયબેક પ્લાન માટે પાત્ર (Eligible) ગણાશે.

કોને મળશે ફાયદો?

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 16 એપ્રિલ 2026ના રોજ 15,000 કરોડ રૂપિયાના મેગા શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ડિરેક્ટર્સે મંજૂરી આપી

આ યોજના અંતર્ગત કંપની 250 રૂપિયા પ્રતિ શેરના ભાવે વધુમાં વધુ 60 કરોડ શેર પરત ખરીદશે, જે કંપનીની કુલ ઇક્વિટીના 5 ટકા કરતા વધુ છે.

60 કરોડ શેર પરત ખરીદશે

શુક્રવારે Wiproના શેર ₹203.11 પર બંધ થયા, જેમાં 1.69% નો વધારો થયો હતો.  ગયા વર્ષે કંપનીના શેરમાં 17.47% નો ઘટાડો જોવા મળ્યો છે.

1.69% નો વધારો થયો

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.