Thekua Recipe : છઠ પૂજામાં પ્રસાદી તરીકે ધરાવવામાં આવતા ઠેકુઆને આ સરળ રીતે બનાવો, જુઓ તસવીરો

બિહાર અને ઝારખંડમાં છઠ પૂજાનું એક આગવુ મહત્તવ છે. છઠ પૂજામાં એક ખાસ પ્રકારનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. જેને ઠેકુઆ તરીકે જાણીતા છે. તો આજે આપણે જાણીશું કે ઠેકુઆને સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Nov 07, 2024 | 12:59 PM
છઠ પૂજાના ત્રીજા દિવસની સાંજે સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. ત્યારે થેકુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે.

1 / 5
થેકુઆ બનાવવા માટે સૌથી પહેલા ઘઉંનો લોટ લો. તેમાં થોડીક સોજી ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ સૂકા નારિયેળના ટુકડા ઉમેરો. હવે ઈલાયચી પાવડર, વરિયાળી, બદામના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

2 / 5
હવે લોટમાં ઘી ઉમેરો ત્યારબાદ ગોળના પાણીને ગાળીને થોડું થોડું ઉમેરી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં પાણી વધારે ન પડી જાય.

3 / 5
લોટમાંથી નાના ગોળા બનાવી પાન આકારની જાડી પુરી વણી લો. ત્યારબાદ ટૂથપિક અથવા કોઈ પણ વસ્તુથી તેને પાન જેવો આકાર આપો. તમે અલગ અલગ આકારના પણ થેકુઆ બનાવી શકો છો.

4 / 5
હવે એક પેનમાં ઘી અથવા તેલ લો. તેમાં ધીમી આંચ પર થેકુઆને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. બદામી રંગના તળ્યા બાદ થોડી વાર પોચા રહેશે, ઠંડા થયા બાદ કડક થઈ જશે.(Pic - Freepik)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">