Bollywood Stars Cast Their Votes : બોલિવુડના કલાકારોમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાન કરવાનો ભારે ઉત્સાહ, વહેલી સવારે જ પહોંચી ગયા આ સ્ટાર્સ
આજે મહારાષ્ટ્રની 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે.વહેલી સવારથી જ મુંબઇમાં બોલિવુડ સેલિબ્રિટીઝ મતદાન કરવા પહોંચી રહ્યા છે. રાજકુમાર રાવ, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, અક્ષય કુમાર, કબીર ખાન, સોનુ સૂદ, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા અને જ્હોન અબ્રાહમ જેવા કલાકારોએ મતદાનમાં ભાગ લીધો. તેમણે મતદાનની પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત ગણાવી.

અભિનેતા અક્ષય કુમાર વહેલી સવારે જ મતદાન શરુ થયુ તે સમયે જ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ કહ્યુ કે "અહીંની વ્યવસ્થા ઘણી સારી છે કારણ કે હું જોઈ શકું છું કે વરિષ્ઠ નાગરિકો માટે વ્યવસ્થા ખૂબ જ સારી છે અને સ્વચ્છતા જાળવવામાં આવી છે.

અભિનેતા રાજકુમાર રાવે પણ વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ફિલ્મ નિર્માતા અને અભિનેતા ફરહાન અખ્તર, મુંબઈના બાંદ્રા ખાતેના મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા. તેઓએ મત આપ્યા પછી તેમની શાહીવાળી આંગળી બતાવી હતી.

ફિલ્મ દિગ્દર્શક ઝોયા અખ્તરે મુંબઈના બાંદ્રા ખાતેના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. જે પછી તેમણે શાહીવાળી આંગળી બતાવી મતાધિકારનો ઉપયોગ કરવાની ખુશી વ્યક્ત કરી હતી.

ફિલ્મ નિર્દેશક કબીર ખાન પોતાનો મત આપવા માટે મુંબઈના એક મતદાન મથક પર પહોંચ્યા હતા.

અભિનેતા સોનુ સૂદ પણ પોતાનો મત આપીને મુંબઈના એક મતદાન મથકમાંથી નીકળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે " ઘર બહાર નીકળીને મતદાન કરવું એ દરેકની જવાબદારી છે. દેશ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે..."

અભિનેતા જ્હોન અબ્રાહમ પોતાનો મત આપીને મુંબઈના એક મતદાન મથકમાંથી નીકળતા જોવા મળ્યા હતા.

અભિનેતા દંપતી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાએ લાતુરના મતદાન મથક પર મતદાન કર્યું હતુ.

































































