ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન, રોજગારીની તકો,ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video

ગુજરાત સરકારની આ 11મી ચિંતન શિબીરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને ચિંતન-મંથન થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 10:08 AM

ગીર સોમનાથમાં ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી આ ચિંતન શિબિર શરુ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ જોડવાના છે. આ શિબિરમાં ગુજરાતના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા વિચારણા થવાની છે.

ગુજરાતના મહત્વના વિષયો પર થશે ચર્ચા વિચારણા

ગુજરાત સરકારની આ 11મી ચિંતન શિબીરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને ચિંતન-મંથન થશે.

સામુહિક યોગથી થશે ત્રણેય દિવસનો પ્રારંભ

ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાશે. આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.

સાંજે CM અને મંત્રીઓ લાઇટ- સાઉન્ડ શો નિહાળશે

આ શિબિરમાં સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે. સાથે જ રમત ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા મુદ્દે પણ ચર્ચા થશે. સાંજે મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓ તથા અધિકારી સોમનાથ મંદિર ખાતે લાઇટ- સાઉન્ડ શો નિહાળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">