આજનું હવામાન : રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર વધશે.

| Updated on: Nov 21, 2024 | 8:00 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાના એંધાણ છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર વધશે. તેમજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં તાપમાન 15થી 16 ડિગ્રી નોંધાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, કચ્છ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગાંધીનગર, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડે તેવી સંભાવના છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. 21 થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.

Follow Us:
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર
અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર
Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો
Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો
કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા
કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા
દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ
દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ
ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો
ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E - KYC માટે વહેલી સવારથી લાંબી કતારો
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E - KYC માટે વહેલી સવારથી લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">