મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar

20 નવેમ્બર, 2024

JioStarની રાહ પૂરી થઈ ગઈ છે, તેની વેબસાઈટ હવે લાઈવ છે, નવો સબસ્ક્રિપ્શન પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો છે.

JioStarના લોન્ચિંગ સાથે મુકેશ અંબાણી તરફથી એક ભેટ પણ મળી છે, તેનો સબસ્ક્રિપ્શન પ્લાન માત્ર 15 રૂપિયાથી શરૂ થશે.

હજુ સુધી JioStarની માત્ર સત્તાવાર વેબસાઇટ જ લૉન્ચ કરવામાં આવી છે, તેનું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હજી લૉન્ચ થયું નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ધ વોલ્ટ ડિઝની મર્જર પછી JioStarની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, અહીં તમને ઘણા સબસ્ક્રિપ્શન પ્લાન મળશે.

JioStar પર, તમને બે મુખ્ય કેટેગરીમાં સબસ્ક્રિપ્શન પ્લાન મળશે - સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD), જ્યારે બીજી હાઈ ડેફિનેશન (HD) છે.

Jiostarનું સૌથી સસ્તું સબસ્ક્રિપ્શન રૂ. 15 છે, આ કિંમત Disney Kids Pack અને Disney Hungama Kids Pack માટે છે.

Jiostar એ બહુવિધ ભાષાઓમાં ટીવી ચેનલો માટે સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે, તમારે સ્ટ્રીમિંગ માટે થોડી રાહ જોવી પડશે.