Video : રાજ્યમાં દબાણો પર બુલડોઝર વાર ! સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ કરી છે.સુરતના લીંબાયતમાં પાલિકાનું મેગા ડિમોલિશન સામે આવ્યું. તો જામનગરમાં જર્જરિત આવાસોને તોડી પડાયા. વડોદરામાં તંત્રની દબાણ હટાવો કામગીરી સાથે ભાવનગરના મેઘદૂત ચોક સામે દબાણો હટાવાયા હતા.
રાજ્યના સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. અલગ અલગ જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી હાથ ધરાઇ.
સુરતના લીંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. મારૂતિનગરથી લઈ મદીના મસ્જિદ સુધીના દુકાનદારોએ કરેલ તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા પાલિકા દ્વારા JCBની મદદથી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા. તો બીજી તરફ જામનગરમાં સાધના કોલોનીના જર્જરિત આવાસોને તોડવાની કામગીરી હાથ ધરાઈ.
અગાઉ જોખમી આવાસોને નોટીસ આપીને ખાલી કરાવાયા હતા. ત્યારે અન્ય જર્જરિત ઈમારતોનો તોડવાનું કામ મનપાએ હાથ ધર્યું હતું. તો બીજી તરફ વડોદરામાં પણ દબાણ હટાવો કામગીરી હાથ ધરાઈ. પોલીસ અને કોર્પોરેશનના અધિકારી દ્વારા મંગલેશ્વર ઝાંપાથી સંગમ સુધીના દબાણ હટાવવાનું કામ હાથ ધરાયું.
આ સાથે ભાવનગરના મેઘદૂત ચોક સામે આવેલા વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા આસપાસથી દબાણો દૂર કરાયા. હાઈકોર્ટમાં કેસ ચાલતા વર્ષોથી લારી, ગલ્લા સહિતના દબાણો ઉભા કરાયેલા હતા જેને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કરવામાં આવ્યા..