Green Mirchi Halwa Recipe : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મરચાનો હલવો ઘરે બનાવો, જાણો રેસિપી
તહેવારોમાં અને શુભ પ્રસંગે ઘરે મીઠાઈ બનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને શિયાળામાં ગાજર અને દૂધીનો હલવો બનાવવામાં આવતો હોય છે. પરંતુ આજે અમે તમને મરચાનો યુનિક હલવો બનાવવાની રેસિપી જણાવીશું.

મરચાનો હલવાનું નામ સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. પરંતુ હા, અત્યારે સોશિયલ મીડિયા પર આ રેસિપી ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો ઘરે સરળતાથી કેવી રીતે મરચાનો હલવો બનાવી શકાય તે જાણીશું.

મરચાનો હલવો બનાવવા માટે લીલા મરચાં, ખાંડ, ઘી, માવો, દૂધ, એલચી પાઉડર, બદામ-કાજુ, લીલો રંગ સહિતની વસ્તુની જરુર પડશે.

મરચા ખરીદતા સમયે ધ્યાન રાખો કે વધારે તીખા ન હોય. હવે મરચાને ચોખ્ખા પાણીમાં ધોઈ લો. ત્યાર બાદ તેને કાપી બધા જ બીજ કાઢી લો.

બીજ કાઢવાથી મરચાની તીખાશ જતી રહેશે. મરચાને પાણીમાં 2-3 મિનિટ ઉકાળી તેની પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં મરચાની પેસ્ટ નાખીને ધીમા તાપે 4-5 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં માવો અને દૂધ ઉમેરો. ત્યારબાદ સતત હલાવતા રહો જેથી મિશ્રણ ચોંટે નહીં.

ત્યાર પછી ખાંડ ઉમેરો અને તે પીગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. મિશ્રણ થિક બનવા લાગશે. હવે તેમાં એલચી પાવડર અને લીલો રંગ ઉમેરો. આ પછી સારી રીતે મિક્સ કરો.

મિશ્રણ ઘી છોડવા લાગે ત્યારે ગ્રીસ કરેલી થાળી અથવા મોલ્ડમાં રેડી દો અને સમારેલી બદામ-કાજૂથી ગાર્નિશ કરો. આમ ના કરવું હોય તો તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
