Travel With Tv9 : વેલેન્ટાઈન વીકની ઉજવણી માટે ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ, જાણો
દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીક વાર સમય અને પૈસાના અભાવે વિદેશ ફરવાનું અથવા દૂર ફરવા જવાનું ટાળે છે. ત્યારે આજે અમે તમને એવા હનીમૂન સ્થળો જણાવીશું જે ગુજરાતમાં આવેલા છે. જ્યાં તમે ઓછા ખર્ચે વધારે મજા કરી શકશો.

વેલેન્ટાઈન વીકને વધારે યાદગાર બનાવવા માટે તમે કચ્છના રણોત્સવમાં પણ જઈ શકો છો. અહીં તમે કુદરતી સૌંદર્યની સાથે સાથે સાંસ્કૃતિક વારસાને પણ જોઈ શકો છો. કચ્છનો રણોત્સવમાં તમે રાત્રિનો નજારો અને લોક કલાનો અનુભવ કરી શકો છો.

તમે સાપુતારાની પણ મુલાકાત લઈ શકો છો. આ હિલ સ્ટેશન ખાસ કરીને તેના કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રખ્યાત છે. અહીં તમે ટ્રેકિંગ, બોટિંગ અને આહલાદક હવામાનનો આનંદ માણી શકો છો.

ગુજરાતની ડાયમંડ સિટી એવા સુરતમાં પણ તમે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી શકો છો. જો તમને દરિયાકિનારો ગમે છે તો સુરતની આસપાસના દરિયાકિનારો આવેલો છે. જેમ કે ડુમસ અને સુંઘર વેલેન્ટાઇન ડે પર રોમેન્ટિક રજાઓ ગાળવા માટે યોગ્ય સ્થળો છે. અહીંનું શાંત વાતાવરણ અને સનસેટ ખૂબ જ રોમેન્ટિક અનુભવ આપે છે.

જો તમને ઇતિહાસ અને સંસ્કૃતિ વારસામાં રસ હોય તો તમે પાટણમાં આવેલી રાણી કી વાવ ફરવા માટે એક ઉત્તમ સ્થળ બની શકે છે. અહીંનો ઐતિહાસિક વારસો અને સ્થાપત્ય ખૂબ જ અદ્ભુત છે. જ્યાં ફોટોગ્રાફી પણ ખૂબ જ

વેલેન્ટાઈન ડે પર તમે દીવ અને દમણ ફરવા જઈ શકો છો. અહીં દરિયાકિનારોઅને ખુશનુમા હવામાન તમને પસંદ આવશે. અહીંના દરિયામાં તમે વોટર સ્પોર્ટ્સની મજા માણી શકશો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































