Travel tips : ગણપતિ બાપ્પાના સૌથી પ્રસિદ્ધ મંદિર, ગણેશ ચતુર્થી પર જરુર કરો દર્શન
આ ગણેશ ચતુર્થીએ ગુજરાતના પવિત્ર મંદિરોની મુલાકાત લો. દરેક મંદિર શ્રદ્ધા, ભક્તિના દર્શન થશે. ગણેશ ચતુર્થી પર પરિવાર સાથે ગુજરાતમાં આવેલા આ ગણેશ મંદિરની મુલાકાત લો.

આજે ભારતભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશનો જન્મદિવસ છે, જેમને સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે.

આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે, ભક્તો તેમના ઘરે તેમજ શેરીઓમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા કરે છે.તો ચાલો આજે આપણે ગુજરાતમાં આવેલા ફરવા માટે બેસ્ટ ગણપતિ મંદિર વિશે વાત કરીએ.

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મંદિર મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢ શહેરની આસ્થાનું પ્રતિક ઈગલ મંદિરની,અહી ડાબી સૂંઢ ધરાવતા ગણેશ બિરજમાન છે.

વડોદરા શહેરમાં આવેલું ધૂંડીરાજ ગણપતિ મંદિર મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને રાજસ્થાની આર્કિટેક્ચરના સમનવયથી બનેલું મંદિર છે મંદિરના ગર્ભગૃહમાં શુભકર્તા વિઘ્નહર્તા ધુંડીરાજ ગણપતિ બિરાજમાન છે. આ મંદિર અંદાજે 250 વર્ષ જૂનું છે.

એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર શ્રી સિદ્ધિવિનાયક દેવદર્શન, મહેમદાવાદમાં આવેલું છે.આ મંદિરે દર મંગળવાર અને ચોથના દિવસે દર્શન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

દેશભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટના ઢાક મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખુબ સુંદર છે.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની મૂર્તિ કોઇ ધાતુ કે લાકડામાંથી બનાવવામાં નથી આવી, આ મૂર્તિ રેણુ (માટી)માંથી બનાવવામાં આવેલી છે.

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર તેમ અમદાવાદથી 62 કિલોમીટર દુર આવેલું છે, (photo : gujarat tourisam)
2 ભાઈ, 3 બહેનો , 2 પત્ની અને 2 પુત્રોનો આવો છે ગણેજીનો પરિવાર, જુઓ ફોટો અહી ક્લિક કરો
