Travel Tips : શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના મહામેળામાં જવાનો પ્લાન બનાવો
આ મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી દુર આવેલું છે. તો ચાલો જાણીએ કેવી રીતે અંબાજી મેળામાં પહોંચશો.

ગુજરાતમાં એવા કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે, જેનું ધાર્મિક મહત્વ ખુબ જ છે. ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠમાં સામેલ છે. અહિ દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શન માટે આવતા હોય છે.

જો તમે પણ ભાદરવી પૂનમના અંબાજી મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો કેવી રીતે જવું તેના વિશે આજે આપણે વાત કરીશું.શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 ભરાય છે.

અહીં આવતા લાખો પદયાત્રીઓ અને માઈભક્તો માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.અંબાજી મહામેળો 2025માં પગપાળા યાત્રીઓ માટે ચાર સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.

અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે ભરાય છે.આમ તો અહી કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા ભરાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ છે.

અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. જે પાલનપુરથી અંદાજે 65 કિલોમીટર દુર અને આબુ પર્વતથી 45 કિલોમીટર દુર આવેલું છે. અમદાવાદથી 185 કિલોમીટર દુર મંદિર આવેલું છે.અંબાજી હિમ્મતનગર રોડથી પહોંચી શકાય છે,

આબુ રોડ રેલવે સ્ટેશનથી અંબાજી મંદિર 20 કિલોમીટર દુર છે. અહિ જવા માટે આબુ રોડ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે.

તમે આબુ રોડ રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં બેસી અંબાજી મંદિર જઈ શકો છો.જો તમે અંબાજી મંદિર ફ્લાઈટ દ્વારા જવા માંગો છો. તો સૌથી નજીક એરપોર્ટ અમદાવાદનું છે. અમદાવાદથી પણ તમને બસ સરળતાથી મળી જાય છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
