અંબાજી
યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી એ બનાસકાંઠાના દાંતા જિલ્લામાં આવેલુ છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર સરસ્વતિ નદીની ઉત્તરે અને આરાસુર પર્વતની ટેકરીઓ પર આ શક્તિપીઠ આવેલુ છે. આરાસુરી અંબાજી માતાના મંદિરમાં દેવીની કોઈ છબી કે મૂર્તિ નથી. પરંતુ વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. અહીં મા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધાનાથી થાય છે. જે સીધી આંખે જોઈ શકાતુ નથી. આ શ્રી યંત્રનુ શૃંગાર એટલો અદ્દભૂત હોય છે કે ભાવિકોને માતા અંબા સાક્ષાત વિરાજમાન હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.
આ મંદિર વિશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના મુંડન સંસ્કાર અહીં સંપન્ન થયા હતા. ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ મંદિર 1200 વર્ષ જુનુ છે અને અંબાજી મંદિરના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પર મા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. અહીં દર્શનાર્થે આવતા ભાવિકો પર્વત પર માના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અહીં દર ભાદરવી પૂનમે મોટા મેળાનું આયોજન થાય છે અને દેશભરમાંથી ભાવિકો ઉમટી પડે છે.