Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Profit: ટાટાનો આ શેર પહોંચ્યો રેકોર્ડ ઊંચાઈએ, જંગી નફા બાદ તોફાની વધારો, ઝુનઝુનવાલા પાસે છે 2 કરોડથી વધુ શેર

સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરના સારા પરિણામો બાદ ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં શુક્રવારે અને 08 નવેમ્બરના રોજ જોરદાર વધારો જોવા મળ્યો છે. આ શેર NSE પર 7 ટકાથી વધુ વધીને 740.70 રૂપિયા પર પહોંચી ગયા છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા ગ્રુપની આ કંપનીનો નફો 232% વધ્યો છે.

| Updated on: Nov 08, 2024 | 4:52 PM
ટાટા ગ્રુપની આ કંપનીના શેર રેકોર્ડ હાઈએ પહોંચ્યા છે. 08 નવેમ્બરના રોજ આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ શેર NSE પર 7 ટકાથી વધુ વધીને 740.70 રૂપિયા પર પહોંચી ગયા છે. ગુરુવારે કંપનીનો શેર રૂ. 683.80 પર બંધ થયો હતો.

1 / 9
ટાટા ગ્રુપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના શેરમાં આ ઉછાળો સારા ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા ગ્રુપની આ કંપનીનો નફો 232% વધ્યો છે. અનુભવી રોકાણકાર રેખા ઝુનઝુનવાલાએ ઈંડિયન હોટેલ્સ પર મોટો દાવ લગાવ્યો છે.

2 / 9
ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઈન્ડિયન હોટેલ્સનો ટેક્સ પછીનો નફો 232% વધીને રૂ. 555 કરોડ થયો છે, નફામાં આ ઉછાળો TajSATSના એકત્રીકરણને કારણે થયો છે. તે જ સમયે, ઈન્ડિયન હોટેલ્સનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 48% વધીને રૂ. 247 કરોડ થયો છે.

3 / 9
ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડની આવક સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 28% વધીને રૂ. 1890 કરોડ થઈ છે. કંપનીનો EBITDA 40%ના ઉછાળા સાથે રૂ. 565 કરોડ પર પહોંચી ગયો છે.

4 / 9
અનુભવી રોકાણકાર રેખા ઝુનઝુનવાલાની ટાટા ગ્રુપની કંપની ઈન્ડિયન હોટેલ્સમાં મોટો હિસ્સો છે. રેખા ઝુનઝુનવાલા ઇન્ડિયન હોટેલ્સના 28,810,965 શેર ધરાવે છે.

5 / 9
 કંપનીમાં તેમનો હિસ્સો 2% છે. આ શેરહોલ્ડિંગ ડેટા સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરનો છે અને તે Trendlyne પરથી લેવામાં આવ્યો છે. રેખા ઝુનઝુનવાલાએ શુક્રવારે ઈન્ડિયન હોટેલ્સના શેરમાં તીવ્ર ઉછાળાને કારણે એક દિવસમાં 160 કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે.

6 / 9
છેલ્લા 4 વર્ષમાં ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના શેરમાં 675%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 6 નવેમ્બર 2020ના રોજ ટાટા ગ્રુપની આ કંપનીના શેર રૂ. 95.56 પર હતા.

7 / 9
 ઈન્ડિયન હોટેલ્સના શેર 8 નવેમ્બર 2024ના રોજ 740.70 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના શેરમાં 83% નો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 70 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે

ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video

રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન

100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું

આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

g clip-path="url(#clip0_868_265)">