નોએલ ટાટા
નોએલ નવલ ટાટાનો જન્મ 1957માં મુંબઇમાં થયો હતો. તેમનું માતાનું નામ સિમોન ટાટા છે. નેઓલ ટાટાએ હવે રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થા ટાટા ટ્રસ્ટની જવાબદારી સંભાળી છે.
67 વર્ષીય નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે અને ટાટા ટ્રસ્ટ સહિત ટાટા ગ્રુપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે. તેઓ નવલ ટાટાના પુત્ર છે. તેઓ પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે. હાલમાં નોએલ ટાટા ઘડિયાળ ઉત્પાદક કંપની ટાઇટન અને ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટ (જુડિયો અને વેસ્ટસાઈડના માલિક) અને તેની NBFC ફર્મ ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પના ચેરમેન પણ છે. નોએલ વોલ્ટાસના બોર્ડમાં પણ સેવા આપે છે.
ટાટા ઈન્ટરનેશનલમાં નોએલ ટાટા મેનેજિંગ ડિરેક્ટર પણ છે, જ્યાંથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2010-11 માં આ નિમણૂક પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે નોએલને ટાટા ગ્રૂપના વડા તરીકે રતન ટાટાના અનુગામી બનાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.