Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો ,જુઓ તસવીરો

તીર્થધામ સારંગપુર ખાતે ભગવાન શ્રીસ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

| Updated on: Apr 18, 2024 | 12:48 PM
ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ કરીને રામરાજ્યનું સ્થાપન કર્યું હતું. છપૈયા ગામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જન્મ ધારણ કરી આ ધરા પર ધર્મનું સ્થાપન કર્યું.

1 / 7
BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ અમેરિકા રોબિન્સસ્વિલેમાં ભવ્ય અક્ષરધામ અને અબુધાબી ખાતે BAPS હિન્દુ મંદિરની પ્રતીષ્ઠા કરીને સારંગપુર પધાર્યા છે. આ પવિત્ર પર્વનો શુભારંભ તેઓનાં પૂજાદર્શનથી સવારે 6:30 થયો, જેમાં અનેક ભક્તો-ભાવિકો દર્શન માટે પધાર્યા હતા.

2 / 7
પૂજા દર્શનના અંતે, નિવૃત્ત IAS અધિકારી ડૉ. કિરીટભાઈ શેલત દ્વારા લખાયેલ પુસ્તક ‘મહાન ઋષિ મહંતસ્વામી મહારાજ‘ પુસ્તકનું વિમોચન સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતુ.

3 / 7
બપોરે 12 વાગે ભગવાન શ્રીરામ જન્મોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ શ્રીરામજીની આરતી ઉતારી સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

4 / 7
સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની મુખ્ય સભા સાંજે 8:00 થી રાત્રે 10:30 સુધી ભવ્યતા-દિવ્યતાથી ઊજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતી ઐતહાસિક આરતીની પંક્તિઓ પર વિશેષ પ્રવચનોની શૃંખલા રચવામાં આવી હતી.

5 / 7
 પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે લખાયેલ ગ્રંથ સત્સંગ દીક્ષાનું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેમાં એક અધિક પૃષ્ઠ ઉમેરાયું. જેમાં પોલેન્ડની પોલિશ ભાષામાં અનુવાદ થયું અને તેનું વિમોચન કરવામાં આવ્યું.

6 / 7
અંતે સૌ સંતો-ભક્તોએ હારતોરા દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા અને 10:00 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી. 7000થી વધુ ભક્તો અને 450થી વધુ સંતોએ આ મહોત્સવનો લાભ લીધો હતો

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">