Vastu Tips: લાખ પ્રયાસ છતાં નસીબ સાથ નથી આપતું? આ 4 ઉપાય અજમાવો અને જુઓ ચમત્કાર
આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો કોઈ પણ કાર્ય કરતા પહેલા વાસ્તુમાં દર્શાવેલ નિયમોનું પાલન કરવામાં આવે તો તે સુખી અને સમૃદ્ધ જીવન મેળવવામાં મદદ કરે છે.

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે કે, જે વ્યક્તિના ખરાબ ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. માન્યતાઓ અનુસાર, આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે અને વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.

મુખ્ય દરવાજાનું ધ્યાન રાખો: વાસ્તુ નિષ્ણાતોના મતે, મુખ્ય દરવાજાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈ વાસ્તુદોષ હોય, તો તે તમારા દુર્ભાગ્યનું કારણ બની શકે છે. જો તમારા બધા પ્રયત્નો છતાં પણ તમારું નસીબ સાથ ન આપી રહ્યું હોય, તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે કોઈ તેમની પીઠ જોઈ ન શકે.

ઘરના ખૂણા સાફ કરો: જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે તમારા ઘરના બધા ખૂણા સ્વચ્છ રાખવા જોઈએ. જો ઘરના ખૂણામાં ગંદકી કે કરોળિયાના જાળા હોય, તો તમારે તે તરત જ સાફ કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે, ઘરના ખૂણામાં ગંદકીને કારણે દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં રહેતી નથી. જો તમે ઈચ્છો છો કે, માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે અને નિવાસ કરે, તો તમારે ઘરના ખૂણા તેમજ મુખ્ય દરવાજા અને બ્રહ્મસ્થાનની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઘરની સીડીઓનું ધ્યાન રાખો: વાસ્તુ મુજબ, આપણા ઘરની સીડીઓ પ્રગતિનું પ્રતીક છે. તમારે હંમેશા ઘરની સીડીઓ સાફ રાખવી જોઈએ. જો સીડીઓ તૂટેલી હોય, તો તેનું સમારકામ કરાવો. આ ઉપરાંત, ઘરની સીડી નીચે કોઈપણ પ્રકારની વસ્તુઓ ન રાખો. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમે સીડી નીચે રસોડું અને બાથરૂમ ન બનાવો.

ભીનાશનું ધ્યાન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના કોઈપણ ખૂણામાં અથવા દિવાલ પર ભીનાશ કે લીકેજ ન હોય તેનું ધ્યાન રાખો. જો તમે આ સમસ્યાને અવગણશો, તો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવશે. આટલું જ નહીં, તમારી આ ભૂલ વાસ્તુદોષનું કારણ પણ બની શકે છે. જો દિવાલો પર ભીનાશ હોય અથવા નળમાંથી પાણી વહી રહ્યું હોય, તો તેને પણ જલ્દી ઠીક કરો.

અવાજ ન આવવો જોઈએ: ઘરમાં ઝગડો થતો હોય તો માન્યતા અનુસાર જ્યારે તમે ઘરનો દરવાજો ખોલો છો કે બંધ કરો છો, ત્યારે તે સમયે તેમાંથી કોઈ અવાજ ન આવવો જોઈએ. આ ઉપરાંત, જ્યારે તમે પલંગ કે સોફા પર બેસો છો, ત્યારે પણ કોઈ અવાજ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.
ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
