Stocks Forecast 2025 : જાણી લો કઈ કંપનીના શેર ખરીદવાથી તમને ફાયદો થશે કે નુકસાન
Stocks Forecast 2025 : લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત એવી કંપનીના શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. જેમાં તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તો આજે અમે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં કેટલાક એવા શેરના ફોરકાસ્ટ વિશે વાત કરીશું. જેમાં તમે નિષ્ણાંતોનું વિશ્લેષણ જાણીને રોકાણ કરી શકો છો. તમને ખ્યાલ પણ આવશે કે, આ શેરમાં રોકાણ કરવાથી ફાયદો થશે કે નુકસાન.

શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

GMR Airports કંપનીનું 4 એનાલિસ્ટોએ ફોરાકાસ્ટ કર્યું છે. આ કંપનીના શેરની પ્રાઈઝ ટાર્ગેટ 98.25 છે. આ કંપનીના શેરની કિંમત વધીને 108.00 સુધી જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમજ તેની લો પ્રાઈઝ 80.00 પર જઈ શકે છે.

GMR Airportsનું કુલ 4 એનલિસ્ટોએ ફોરાકાસ્ટ કર્યું છે. તેમાંથી 2 વિશ્લેષકોનું કહેવું છે કે, તમે આ શેર સ્ટ્રોંગ બાય કરો. તેમજ માત્ર 1 વિશ્લેષકે આ કંપનીના શેર વેચવાનું કહ્યું છે.

Hindustan Zincના શેરની વાત કરીએ તો. 14 એનાલિસ્ટોએ આ કંપનીના શરે વિશે વાત કરી છે. આ કંપની શેરની પ્રાઈઝ ટાર્ગેટ 504.80 રુપિયા છે. ત્યારે એનાલિસ્ટોનું કહેવું છે કે, આ કંપનીના શેર 640.00 સુધી જઈ શકે છે. તેમજ આ કંપનીના શેરમાં ઘટાડો 380.00 સુધી થઈ શકે છે.

13 એનાલિસ્ટોમાંથી 5 એનાલિસ્ટોનું કહેવું છે, કે, આ Hindustan Zinc કંપનીના શેર સ્ટ્રોંગ બાય કરી લો, જ્યારે 3 એનાલિસ્ટોનું કહેવું છે હોલ્ડ રાખો 14માંથી માત્ર 2 વિશ્લેષકોનું કહેવું છે.કે, જો તમારી પાસે પણ Hindustan Zinc કંપનીના શેર છે તો વેચી નાંખો.

Titan Companyના ફોરકાસ્ટમાં કુલ 37 નિષ્ણાંતોએ વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરની મહત્તમ કિંમત 4,700.00 અને ન્યૂનતમ કિંમત 3,350.00 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. આ કંપનીના શેરની પ્રાઈઝ ટાર્ગેટ 4,027.95 છે.

Titan Companyનું 37 નિષ્ણાંતોએ વિશ્લેષણ કર્યું છે. જેમાંથી 24 નિષ્ણાંતોનું કહેવું છે કે, આ શેરને સ્ટ્રોગ બાય કરી લો. જ્યારે 4 નિષ્ણાંતોએ હોલ્ડ પર રાખવાનું કહ્યું છે. જ્યારે 2 નિષ્ણાંતોએ સેલ કરવાનું કહ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
