Stock Market : કંપનીને મળ્યો 370 કરોડનો નવો કોન્ટ્રાક્ટ, શેરમાં થયો જબરદસ્ત ઉછાળો; તમે રોકાણ કરશો કે નહી ?
મંગળવારના રોજ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળતા રોકાણકારો અસમંજસમાં મુકાયા હતા. જો કે, આ વચ્ચે એક કંપનીને 370 કરોડનો નવો કોન્ટ્રાક્ટ મળતા શેરમાં ઉછાળો આવ્યો હતો.

કંપનીના શેર મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ રૂ. 697 પર બંધ થયા હતા. કંપનીને પુણેના Commissionerate of Social Welfare તરફથી રૂ. 370 કરોડનો પાંચ વર્ષનો કરાર મળ્યો છે, જે હેઠળ તે મહારાષ્ટ્રમાં હોસ્ટેલ, સ્કૂલ, વેલ્ફેર હોમ્સ અને સરકારી સંસ્થાઓમાં હાઉસકીપિંગ તેમજ મેનપાવર સેવાઓ પૂરી પાડશે.

કંપનીએ જણાવ્યું હતું કે, તેને પુણેના Commissionerate of Social Welfare તરફથી રૂ. 370 કરોડનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. બસ આ સમાચાર પછી કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો.

મહારાષ્ટ્રમાં સમાજ કલ્યાણ વિભાગ 2,800 થી વધુ હોસ્ટેલ, 93 રેસિડેન્શિયલ સ્કૂલ, 19 આશ્રમ શાળાઓ, 6 ITI, 54 વૃદ્ધાશ્રમ અને બીજી ઘણી સંસ્થાઓનું સંચાલન કરે છે.

નવા વધારા સાથે કંપનીના શેર 3.62 ટકાના વધારા સાથે 697 રૂપિયા પર બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને પ્રતિ શેર 24.40 રૂપિયાનું રિટર્ન મળ્યું. છેલ્લા 1 અઠવાડિયામાં કંપનીના શેર 4.10 ટકા વધ્યા, જ્યારે એક મહિનામાં કિંમત 7 ટકા વધી છે. કંપનીનું માર્કેટ કેપ 974 કરોડ રૂપિયા જેટલું છે.

'ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ' ફેસિલિટી મેનેજમેન્ટ, સિક્યોરિટી એજન્સી અને હાઉસકીપિંગ સર્વિસ જેવા કામ કરે છે. કંપનીએ જૂન ક્વાર્ટર (Q1 FY26) માં રૂ. 11.50 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષ કરતા 7.5 ટકા વધુ છે. કંપનીની આવક પણ 25.6 ટકા વધીને રૂ. 323.08 કરોડ થઈ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.