Stock Market : Vi ના શેરમાં આવ્યો જંગી ઉછાળો ! રોકાણકારોનો કંપની પ્રત્યે વિશ્વાસ વધ્યો, તમારે ઇન્વેસ્ટ કરવું કે નહીં ?
07 ઓક્ટોબર એટલે કે મંગળવારે રોકાણકારોમાં Vi ના શેરને લઈને વિશ્વાસ વધ્યો છે અને ટ્રેડિંગ વોલ્યુમમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે શેરમાં મજબૂત તેજી આવી છે.

જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹4,650.08 કરોડના શેર ખરીદ્યા. સતત વિદેશી રોકાણ રૂપિયાને મજબૂત બનાવે છે અને બજારમાં પ્રવાહિતા વધારે છે, જે મૂલ્યાંકનને ટેકો આપે છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર વોડાફોન આઈડિયા (Vi) ના લાંબા સમયથી ચાલી રહેલ બાકી રકમના વિવાદને ઉકેલવા માટે વન ટાઇમ સેટલમેન્ટ પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) અને બાકી રહેલ રકમ સંબંધિત ચાલતા વિવાદને ઉકેલવાનો માર્ગ ખોલી શકે છે.

વધુમાં મીડિયા રિપોર્ટસ અનુસાર સામે આવ્યું છે કે, આમાં યુકે સાથે સંબંધોને મજબૂત બનાવવાની યોજના પણ સમાયેલ છે. આ પહેલ માત્ર કૉર્પોરેટ ક્ષેત્ર માટે નહીં પરંતુ રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યુકેમાં વોડાફોનની હાજરી અને રોકાણને જોતા આ પગલું ભારત-યુકેના આર્થિક સંબંધો મજબૂત બનવાની સંભાવના દર્શાવે છે.

નિષ્ણાતો કહે છે કે, આગામી મહિનામાં ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વધુ ચર્ચા થઈ શકે છે. AGR કેસના સમાચાર બાદ 07 ઓક્ટોબર એટલે કે મંગળવારે શેરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી. ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો દર્શાવે છે કે, રોકાણકારો હવે કંપનીના ભવિષ્યને લઈને વધુ વિશ્વાસ દર્શાવી રહ્યા છે.

બજાર નિષ્ણાતોના મતે, જો કોર્ટ અને સરકાર તરફથી રાહત મળશે, તો કંપનીની બેલેન્સ શીટ પર દબાણ ઓછું થશે અને ફંડિંગના વિકલ્પોમાં સુધારો જોવા મળશે. હાલમાં Vi ના શેર ઉપર નજર કરીએ તો, તેમાં 8.50% નો વધારો થયો છે, એટલે કે શેર 8.54 રૂપિયાથી વધીને 9.19 રૂપિયા પર આવી પહોંચ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
