ટાટા મોટર્સના અચ્છે દિન શરૂ, ટાટા ટેકનોલોજીસના લિસ્ટિંગ પહેલા શેરના ભાવ 52 વીકના હાઈ લેવલ પર
ટાટા ટેકનોલોજીસનું લિસ્ટિંગ આવતીકાલે થશે તે પહેલા આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ ટાટા મોટર્સના શેરના ભાવ 52 વીક હાઈ લેવલ પર પહોંચ્યો છે. આજે શેર 702.75 ના સ્તર પર ખુલ્યો હતો અને 714.40 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આજે શેર 14 રૂપિયાના વધારા સાથે 711.50 પર બંધ થયો હતો.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો ટાટા મોટર્સના શેરે 3.90 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 26.70 રૂપિયા થાય છે.

ટાટા મોટર્સના શેરમાં છેલ્લા 1 માસમાં 83 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 13.21 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ટાટા મોટર્સના શેરે ઈન્વેસ્ટર્સને 192.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 37.14 ટકા વધ્યો હતો.

જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા ટાટા મોટર્સના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 61.93 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 272.10 રૂપિયાનું વળતર આપ્યું છે.