શેરબજાર ખુલતાની સાથે જ Paytm ના શેર બન્યા રોકેટ, પેટીએમના શેરમાં લાગી 10 ટકાની અપર સર્કિટ

શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આરબીઆઈની કડક કાર્યવાહી બાદ ત્રણ સત્રમાં તેનો સ્ટોક 42 ટકાથી વધુ ઘટ્યો હતો. તેના કારણે તેના માર્કેટ વેલ્યુએશનમાં 20,471.25 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

| Updated on: Feb 07, 2024 | 1:34 PM
Paytm બ્રાંડની માલિકી ધરાવતી કંપની One97 Communications Limited ના શેરમાં ભારે ઘટાડા બાદ હવે નીચા સ્તરેથી ઉપર આવ્યા છે. બુધવારે કંપનીના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. શેર 496.75 રૂપિયાના ઈન્ટ્રાડે હાઇ પર પહોંચ્યો હતો. મંગળવારે પણ સ્ટોક 7.79 ટકા વધીને 472.50 રૂપિયા પર ગયો હતો.

1 / 5
શેરના આ વધારા પાછળ ઘણા કારણો છે. એક તરફ રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે Paytm સામે EDની કોઈ તપાસ ચાલી રહી નથી. સાથે જ એવા સમાચાર છે કે Paytmના સ્થાપક વિજય શેખર શર્મા ગયા સોમવારે RBI અધિકારીઓને મળ્યા હતા અને કંપની દ્વારા લેવામાં આવેલા જરૂરી પગલાં અંગે ચર્ચા કરી હતી.

2 / 5
RBIના આદેશ વિરુદ્ધ કોર્ટમાં જવાને બદલે Paytm એ ખામીઓ દૂર કરવા માંગે છે જેના પર RBIએ સવાલો ઉઠાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા બુધવારે પેટીએમના યુનિટ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી, 2024 બાદ કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.

3 / 5
આ ઉપરાંત મીડિયા અહેવાલ અનુસાર, આજે 7 ફેબ્રુઆરીના રોજ પેટીએમના 21 લાખ શેરની ખરીદી કરવામાં આવી છે. જેની અંદાજીત રકમ 103 કરોડ રૂપિયા જેટલી થાય છે. તેથી મોટા ઈન્વેસ્ટર્સે રોકાણ કર્યાના સમાચાર બાદ આ ઉછાળો આવ્યો હોઈ શકે છે.

4 / 5
શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આરબીઆઈની કડક કાર્યવાહી બાદ ત્રણ સત્રમાં તેનો સ્ટોક 42 ટકાથી વધુ ઘટ્યો હતો. તેના કારણે તેના માર્કેટ વેલ્યુએશનમાં 20,471.25 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. આરબીઆઈની કડક કાર્યવાહી બાદ ત્રણ સત્રમાં તેનો સ્ટોક 42 ટકાથી વધુ ઘટ્યો હતો. તેના કારણે તેના માર્કેટ વેલ્યુએશનમાં 20,471.25 કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">