શિક્ષક દિનની Gujarat Police દ્વારા અનોખી ઉજવણી, ગુજરાતના હયાત અને નિવૃત્ત DGP, AGP નો યોજાયો મેળાવડો, જુઓ Photos

અનેક નવીન પરિવર્તનો થકી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર DGP અને ADGP સહિતની રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું.

yunus.gazi
| Edited By: | Updated on: Sep 05, 2024 | 7:58 PM
ગુરુવંદના કાર્યક્રમ દરમ્યાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું કે, દેશ અને રાજ્ય માટે સમર્પિત ભાવથી સૌ નિવૃત્ત અધિકારીઓએ આપેલી સેવાનું સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ, અમારી ફરજ પણ છે. આ સાથે પોલીસ ભવન ખાતે નવનિર્મિત આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું નિવૃત્ત અધિકારીઓના હસ્તે નામાંકન કરવામાં આવ્યું

1 / 8
ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસ સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

2 / 8
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 40 થી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓને આવકારતા જણાવ્યું હતું કે, દેશ અને રાજ્ય માટે જે સમર્પિત ભાવથી આપ સૌ નિવૃત્ત અધિકારીઓએ સેવા આપી છે તેનો આદર અને સન્માન કરવું એ માત્ર કર્તવ્ય જ નહિ અમારી ફરજ પણ છે.

3 / 8
પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂપિયા 7.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક જીમ, ઘોડિયાઘર તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.

4 / 8
શિક્ષક દિવસ પ્રત્યેક વ્યક્તિને પોતાની સફળતાના આધાર એવા ગુરુજીનું સ્મરણ કરવાનું યાદ અપાવે છે. આજે ગુજરાત પોલીસે પણ સૌ પથદર્શક નિવૃત્ત અધિકારીઓ એવા ગુરુજનોનું સન્માન કરીને આ દિવસને સાચા અર્થમાં ઉજવ્યો છે.

5 / 8
આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટ અને મોમેન્ટો આપીને કર્યું હતું.

6 / 8
આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌ પ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણીસભર પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.

7 / 8
આ પ્રસંગે જેલ ડીજીપી કે.એલ.એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડીજીપી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">