Plant In Pot : પૂજામાં કે તહેવારમાં ઉપયોગમાં લેવાતા આસોપાલવને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફૂલના છોડ ઉગાડી શકીએ. આજે આપણે આસોપાલવના છોડને ઘરે કેવી રીતે ઉગાડી શકાય તે અંગે જણાવીશું.

| Updated on: Sep 07, 2024 | 3:19 PM
હિન્દુમાન્યતાઓ અનુસાર આસોપાલવના છોડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે આસોપાલવનો છોડ ઘરે કેટલીક સરળ ટીપ્સ અપનાવીને ઉગાડી શકો છો.

1 / 5
આસોપાલવના છોડને ઘરે ઉગાડવા સૌથી પહેલા એક મોટો કૂંડુ લો.  ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોય હવે કૂંડામાં માટી ભરો ત્યાર બાદ તેમાં છાણિયુ ખાતર ઉમેરો.

2 / 5
માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરીને બરાબર મિક્સ કરી તેમાં પાણી નાખો. હવે 3-4 ઈંચ ઉંડાઈએ આસોપાલવનો છોડ રોપી તેના પર માટી નાખી દો.

3 / 5
કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતા પ્રમાણમાં છોડને સૂર્યપ્રકાશ મળે. તેમજ દિવસમાં એક વાર આ છોડને પાણી પીવડાવો. ધ્યાન રાખો કે કૂંડામાં બીજો કોઈ છોડના ઉગે.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Image

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">