Kutch News : અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો, જુઓ Video

Kutch News : અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2024 | 5:16 PM

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે પહોંચ્યા છે. અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રાજ્યમાં આ પહેલી જ વાર છે કે જ્યારે વ્યાજખોરીના કિસ્સામાં ગુજસીટોક લાગુ કરાયો છે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે પહોંચ્યા છે. અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રાજ્યમાં આ પહેલી જ વાર છે કે જ્યારે વ્યાજખોરીના કિસ્સામાં ગુજસીટોક લાગુ કરાયો છે. તો આ સાથે જ પહેલી જ વાર એક મહિલા સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રિયાની ટોળકીમાં સામેલ તેના સગા ભાઈ તેજસ ગોસ્વામી અને સગી બહેન આરતી ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તેમને જેલ હવાલે કરાયા છે.

વ્યાજખોરી મામલે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી

એકસાથે ત્રણ સગા ભાઈ-બહેન ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલાયા છે. હકીકતમાં ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પરંતુ તેમ છતાં તેઓ સુધરવાનું નામ ન હતા લઈ રહ્યા. બે કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદ છે. ત્યારે ગુનાની ગંભીરતા સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું.

છેલ્લે 31 જુલાઈ, 2024ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ-બહેન વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. લેડી ડોન રિયા અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ ચુકી છે. પરંતુ, જામીન પર મુક્ત થઈને આ અપરાધીઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જતા હતા. જે લોકોને પરેશાન કરતાં હતા. પોલીસની આ કાર્યવાહી બાદ હાલ તો અન્ય રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. વ્યાજખોરી કરતાં અન્ય તત્વો પણ ભયમાં છે.

g clip-path="url(#clip0_868_265)">