ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

07 Sep 2024

Image Credit: Getty

આપે અવારનવાર સાંભળ્યુ હશે કે પાણી પીવાનો પણ એક ચોક્કસ સમય હોય છે.

Image Credit: Getty

ખાસ કરીને જમતી વખતે પાણી પીવામાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ. 

Image Credit: Getty

ચાણક્ય નીતિમાં પાણી પીવા અંગે જણાવાયુ છે કે આખરે ક્યા સમયે પાણી પીવુ જોઈએ અને ક્યારે નહીં.

Image Credit: Getty

ચાણક્ય નીતિમાં એક શ્લોક છે 'अजीर्णे भेषजं बारि जीर्णे वारि बलप्रदम्। भोजने चामृतं वारि भोजनान्ते विषप्रदम्।।'

Image Credit: Getty

આ શ્લોકમાં ચાણક્યે જણાવ્યુ છે કે પાણી ક્યા સમયે શરીર માટે ઔષધિનું કામ કરે છે અને ક્યારે તે શરીરને નુકસાન પહોંચાડે છે. 

Image Credit: Getty

એટલે કે અપચોની સ્થિતિમાં પાણી પીવું એ દવાનું કામ કરે છે અને ખોરાક પચી ગયા પછી પાણી પીવાથી શરીરની શક્તિ વધે છે.

Image Credit: Getty

આ સાથે ભોજનની વચ્ચે પાણી પીવું એ અમૃત સમાન છે, પરંતુ ભોજનના અંતે પાણી પીવું ઝેર જેટલું નુકસાનકારક છે.

Image Credit: Getty

વધુ સરળ શબ્દોમાં સમજીએ તો જમ્યા બાદ પાણી ન પીવુ જોઈએ, તેનાથી તમને ખોરાક દ્વારા મળનારા તમામ પોષ્ટિત તત્વોનો નાશ થાય છે.

Image Credit: Getty

તેના બદલે, જો તમને તરસ લાગે તો તમે ભોજન વચ્ચે એકવાર પાણી પી શકો છો.

Image Credit: Getty