7 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમરેલી નવા માર્કેટિંગ યાર્ડમાં દબાયા 5 શ્રમિકો, ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતી વખતે સર્જાઇ દુર્ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2024 | 10:23 PM

આજે 7 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

7 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમરેલી નવા માર્કેટિંગ યાર્ડમાં દબાયા 5 શ્રમિકો, ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતી વખતે સર્જાઇ દુર્ઘટના

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગાટ હરિયાણાના જુલાનાથી ચૂંટણી લડશે. સાબરમતીમાં પ્રદુષણ મામલે અમદાવાદ મનપાએ ખોટી માહિતી રજૂ કરતા હાઇકોર્ટ લાલઘુમ થઇ છે. હાઇકોર્ટે કહ્યુ કે, માત્ર પ્રોબ્લેમ નહીં, પ્રોગ્રેસ બતાવો. પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર CM ભૂપેન્દ્ર પટેલે નિશાન તાક્યુ છે. તેમણે કહ્યુ મમતા બેનરજીએ વાતોની નહીં કાર્યવાહી કરવાની જરૂર હોવાનું.  વડોદરામાં આવેલા પૂર બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. વડોદરામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાશે, આ માટેના CM ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા.  ગાંધીનગર, મહેસાણા સહિત સાબકાંઠામાં વરસાદના કારણે નુકસાન થયુ છે. દહેગામના માણેકપુર અને માછંગ વચ્ચેનું ગરનાળુ તૂટ્યું છે. તો બહુચરાજીમાં કાર તણાઈ છે.  રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. આજે ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Sep 2024 05:43 PM (IST)

    મોરબીઃ મોપેડચાલક મહિલા ખાડામાં ખાબકી

    મોરબીમાં વરસાદ બાદ અનેક રોડનું ધોવાણ થયુ છે અને રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. મોપેડચાલક મહિલા ખાડામાં ખાબકી છે. લાતી પ્લોટ મેઈન રોડ પર ખાડાવાળા રસ્તાના કારણે અકસ્માત થયો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

  • 07 Sep 2024 05:40 PM (IST)

    રાજકોટ: ગોડંલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા મચ્યો ખળભળાટ

    રાજકોટ: ગોડંલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા ખળભળાટ મચ્યો છે. ઉપલેટાથી ચાઈનીઝ લસણ આવ્યું હોવાની મળી માહિતી સામે આવી. 30 કટ્ટા એટલે કે અંદાજીત 600 કિલો ચાઈનીઝ લસણ યાર્ડમાં ઉતર્યુ હોવાની વિગતો સામે આવી છે. ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધિશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરી

  • 07 Sep 2024 05:39 PM (IST)

    સુરત: નાના વરાછામાં 15 દિવસ બાદ તૂટેલી ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ

    સુરતના નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન તૂટી પડેલી ક્રેન 15 દિવસ બાદ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. મકાન માલિકે પરવાનગી આપતા આખરે ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ. તૂટેલી ક્રેનને હટાવવા ક્રેનને હટાવવા  અન્ય ક્રેનોને લાવવામાં આવી. મેટ્રોની કામગીરી દરમિયાન મકાન પર ક્રેન લૉન્ચર પડી હતી. ખૂબ જ વજનદાર લૉન્ચર અને ક્રેન પડતા મકાન જર્જરિત થયુ છે.

  • 07 Sep 2024 05:38 PM (IST)

    અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં ઘઉંની બોરી ઉતારતા દબાયા 5 શ્રમિકો

    અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતા 5 શ્રમિકો દબાયા હતા. જે પૈકી એક શ્રમિકનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 07 Sep 2024 05:37 PM (IST)

    અમરેલી: રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષિય કિશોરનું ડૂબવાથી મોત

    અમરેલી: રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષિય કિશોરનું ડૂબવાથી મોત નિપજ્યુ છે. દહીંડા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા પડતા કિશોર ડૂબ્યો હતો. સ્થાનિકોએ તળાવમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો. પ્રકાશ સોલંકી નામના કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયુ છે.
  • 07 Sep 2024 05:34 PM (IST)

    રાજકોટમાં જીમ સંચાલક મહિલા સાથે પાંચ શખ્સોએ કર્યુ ગેરવર્તન

    રાજકોટમાં મહિલા સાથે દુર્વ્યવહારની વધુ એક ઘટના..મવડી ચોકડી નજીક આવેલા જિમમાં મહિલા સાથે ગેરવર્તન. જિમ સંચાલક મહિલા સાથે ચારથી પાંચ શખ્સોએ ગેરવર્તન કર્યુ. મેમ્બરશીપ વગર જિમમાં પ્રવેશ કરતા મહિલાએ શખ્સોને ટોકતા શખ્સોએ મહિલા સાથે બબાલ કરી હતી. મહિલાએ પોલીસને આ ઘટનાની જાણ કરી છે. મહિલા સાથે બબાલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજદિપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપૂત સહિતના શખ્સોએ મહિલા સાથે ગેરવર્તન કર્યુ.

  • 07 Sep 2024 04:32 PM (IST)

    અમરેલી: રાંઢીયા ગામના તળાવમાં કિશોર ડૂબ્યો

    અમરેલી: રાંઢીયા ગામના તળાવમાં કિશોર ડૂબ્યો. 15 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબવાથી મોત નિપજ્યુ.  દહીંડા રોડ પર આવેલા તળાવમાં નાહવા પડતા કિશોર ડૂબ્યો હતો. સ્થાનિકોએ તળાવમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો. પ્રકાશ સોલંકી નામના કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત થયુ છે.

  • 07 Sep 2024 03:18 PM (IST)

    ગાંધીનગર: સેકટર 29ના રીંગ રોડ પર સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ

    ગાંધીનગર: શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. સેકટર 29ના રીંગ રોડ પર સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ. શાળાના બાળકોથી ભરેલી બસ ભૂવામાં ખાબકી. સ્કૂલ બસનું એક ટાયર રોડમાં પડેલ ભૂવામાં ગરકાવ થઈ હતી.  બસમાં આશરે 30 જેટલા બાળકો સવાર હતા.

  • 07 Sep 2024 03:14 PM (IST)

    સુરતના મહિધરપુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની નીકળી શોભાયાત્રા

    વિઘ્નહર્તા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ત્યારે સુરતના મહિધર પુરાની દાળિયા શેરીના સૌથી ધનવાન ગણેશજીની શોભાયાત્રા નીકળી. દાળિયા શેરીના ગણેશજી ગણેશ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શ્રીજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ભક્તો અહીં લાખોનો ખર્ચ કરે છે. અહીંયા આયોજકો ગણેશજીની પ્રતિમાને સોના- ચાંદી અને રીયલ ડાયમંડના ઘરેણા પહેરાવે છે. ગણેશજીને 20 થી 25 કિલો સોના ચાંદીના મઢેલા દાગીનાનો શણગાર કરાવામાં આવે છે. ગણેશજી સાથે મૂષક રાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંના મૂષક રાજ પણ સાત કિલોના ચાંદીના છે. મહિધરપુરામાં દર વર્ષે ભવ્ય લાઇટિંગ સાથે મહેલ જેવા મંડપમાં ગણેશજીની સ્થાપના કરી ગણેશજીની પૂજા અર્ચના કરાઈ છે.

  • 07 Sep 2024 03:12 PM (IST)

    રાજવી પરિવાર દ્વારા વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની કરાઈ સ્થાપના

    વડોદરા શહેરમાં તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.  ત્યારે ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે.  શહેરની આન બાન શાન કહેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં વિઘ્નહર્તા ગણેશજીની વર્ષોની પરંપરા મુજબ દરબાર હોલમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનમય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે.

  • 07 Sep 2024 03:10 PM (IST)

    નવસારીના સીસોદ્રા ગામે આવેલુ ગણેશવડ બન્યુ આસ્થાનું કેન્દ્ર

    વિઘ્નહર્તા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદ્રા ગામે ગણપતિ બાપાનું સ્વયંભૂ પ્રગટ થયેલા. ગણેશવડ સિસોદ્રા દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરનું ખાસ મહત્વ છે. અહિં મૂર્તિપૂજાના પ્રખર વિરોધી ઓરંગઝેબે 20 વીઘા જમીન દાન કર્યાનું મનાઈ છે. મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે અહીં સૈન્ય મોકલ્યું હતું. પરંતુ વડમાં સ્વયંભૂ ગણપતિ દાદા પ્રગટ થઈ અને ભમરાથી સૈનિકો પર હુમલો કરી ચમત્કાર કરતા સૈનિકો નાસી ગયા હતા. ત્યારબાદ ઓરંગઝેબે 20 વીઘા જમીન મંદિરને દાન પેટે આપી હતી. ત્યારથી ગણેશ વડ મંદિરના નામ પરથી સિસોદ્રા ગામને ગણેશવડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશ વડ સિસોદ્રા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

  • 07 Sep 2024 03:07 PM (IST)

    વડોદરા : ગોત્રીમાં ગણેશ મંડલો વચ્ચે બબાલ

    વડોદરામાં આવેલા ગોત્રી વિસ્તારમાં ગણેશ મંડલો વચ્ચે બબાલ થઈ. ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી. ‘અયોધ્યા કા રાજા’ મંડળના મંડપ ડેકોરેશન વખતે મંડળો બાખડ્યા હતા. પૂર્વ કોર્પોરેટર જશોદા સોનેરાના પૌત્ર મિહિર અને તેજસ સામે ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપી બબાલ કરવાના આક્ષેપ લાગ્યા છે. ગણેશ મંડળના લોકો સામે અર્ધનગ્ન થઈ ડાન્સ કર્યો તેમજ મહિલાઓ સામે પણ અભદ્ર ઇશારા કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. કુખ્યાત અક્ષિત રાજ, શ્લોક શાહ, ભરત મકવાણા સહિતના યુવકોએ કરી મારામારી કરી. આ સમગ્ર મામલે ગોત્રી પોલીસે  કુલ 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગત વર્ષે પણ આરોપીઓએ ગોત્રી વિસ્તારમાં મારામારી કરી હતી.

  • 07 Sep 2024 02:35 PM (IST)

    બનાસકાંઠાના છાપી નજીક સોનાના દાગીનાની લૂંટમાં ધરપકડ

    બનાસકાંઠાના છાપી નજીક સોનાના દાગીનાની લૂંટ મામલે પાટણ ક્રાઇમ બ્રાન્ચે કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 1.40 કરોડના સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. છાપી નજીક હોટલ પર આંગડિયાના કર્મચારી સાથે લૂંટ બની હતી.

  • 07 Sep 2024 01:57 PM (IST)

    અમદાવાદ: બોગસ તબીબો સામે AMCની કાર્યવાહી

    અમદાવાદ: બોગસ તબીબો સામે AMCએ કાર્યવાહી કરી છે. મનપાના આરોગ્ય વિભાગે 10 ક્લિનિક સીલ કર્યા છે. યોગ્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા તબીબોના ક્લિનિક સીલ કરવામાં આવ્યા છે. 12 જેટલા તબીબો યોગ્ય ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હતા. ક્લિનિક સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • 07 Sep 2024 12:21 PM (IST)

    અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં દબાયા 5 શ્રમિકો

    અમરેલી: નવા માર્કેટ યાર્ડમાં 5 શ્રમિકો દબાયા છે. વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરી ઉતારતા દુર્ઘટના બની છે. 5 પૈકી એક શ્રમિકનું મોત, અન્ય 4ને ઇજા પહોંચી છે. શ્રમિકોને  અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

  • 07 Sep 2024 11:41 AM (IST)

    તહેવારોમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો

    તહેવારોમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. કપાસીયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 60 રૂપિયા જેવો વધારો થયો છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પીલાણ ઓછું થતાં ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2690 રૂપિયા છે. કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 1740 થયો છે.

  • 07 Sep 2024 11:03 AM (IST)

    રાજકોટઃ લોધિકાના વિરવા ગામે ચડ્ડી બનિયાન ધારી ટોળકીનો આતંક

    રાજકોટઃ લોધિકાના વિરવા ગામે ચડ્ડી બનિયાન ધારી ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ અને આસપાસના 6 કારખાનાને નિશાન બનાવ્યા છે. પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ચોર ટોળકીનો ત્રાસ વધી રહ્યો છે. આતંક મચાવનાર ટોળકીને ઝડપી લેવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી છે.

  • 07 Sep 2024 09:51 AM (IST)

    જે સ્પેસ સ્ટેશનમાં સુનીતા વિલિયમ્સ હતા તે સ્ટારલાઈનર ધરતી પર પરત ફર્યું

    સ્પેસ સ્ટેશનમાં સુનીતા વિલિયમ્સને ફસાવનાર સ્ટારલાઈનર ધરતી પર પરત ફર્યું છે. ત્રણ મહિના બાદ સ્પેસક્રાફ્ટ ધરતી પર પાછું આવ્યું છે. પ્રવાસીઓ વગર ફક્ત સામાન સાથે સ્પેસક્રાફ્ટ લેન્ડ થયું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના હાર્મની મૉડ્યુલથી જુદું પડી ધરતી પર આવ્યું છે. અમેરિકાના ન્યુ મેક્સિકોના રણમાં 3 મોટા પેરાશૂટ અને એરબેગની મદદથી સફળ લેન્ડિંગ થયુ. 5 જૂને સુનીતા વિલિયમ્સ સ્ટારલાઈનરમાં અવકાશમાં ગયાં હતાં. સ્પેસક્રાફ્ટમાં ખરાબી આવતા અને હીલીયમ ગેસ લીક થતા અવકાશમાં હજુ ફસાયેલા છે.

  • 07 Sep 2024 08:31 AM (IST)

    મધ્યપ્રદેશઃ સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા

    મધ્યપ્રદેશઃ જબલપુર રેલવે સ્ટેશન નજીક સોમનાથ એક્સપ્રેસના 2 કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેનના બંને કોચ 200 મીટર સુધી ટ્રેક નીચે ઢસડાયા છે. મોટી દુર્ઘટના ટળી છે, કોઇ જાનહાની કે ઇજાના સમાચાર નથી.

  • 07 Sep 2024 08:21 AM (IST)

    દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

    દેશભરમાં ગણેશોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. મંગલમૂર્તિ વિવિધ પંડાલમાં બિરાજમાન થયા છે. મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. 20 કિલોનો સુવર્ણ મુકુટ ધારણ કરી લાલબાગના રાજા બિરાજમાન થયા છે.

  • 07 Sep 2024 07:28 AM (IST)

    સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન

    સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યુ છે. રાજકોટ ઉપલેટાના ખેડૂતોએ એકત્ર થઇને મામલતદારને આ માટે આવેદન આપ્યું છે. લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવા માગ કરી છે. સર્વે કરીને નુકસાની પ્રમાણે વળતર ચૂકવવા સરકાર પાસે માગ કરી છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • 07 Sep 2024 07:27 AM (IST)

    વડોદરા: વાડી વિસ્તારના લાડવડમાં જર્જરિત મકાન ધરાશાયી

    વડોદરા: વાડી વિસ્તારના લાડવડમાં જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. ફાયર વિભાગના જવાનોએ મકાનનો કાટમાળ હટાવ્યો છે. કાટમાળ નીચે ફસાયેલા 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. 30 મિનીટના રેસ્ક્યું બાદ કાટમાળમાંથી  મૃતદેહ મળી આવ્યો છે.

Published On - Sep 07,2024 7:26 AM

Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી
g clip-path="url(#clip0_868_265)">