Ganesh chaturthi : જાણો જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા, જુઓ Video
આજે ગણેશ ચતુર્થીના પગલે દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. જામનગરના એક મૂર્તિકાર દ્વારા વિશેષ પ્રકારની ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરાઈ છે. આ મૂર્તિ બનાવવા માટે ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કર્યો છે.
આજે ગણેશ ચતુર્થીના પગલે દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. જામનગરના એક મૂર્તિકાર દ્વારા વિશેષ પ્રકારની ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરાઈ છે. આ મૂર્તિ બનાવવા માટે ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કર્યો છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો ઉપયોગ થયો છે. ત્યારબાદ મૂર્તિને વોટર કલરથી સજાવવામાં આવે છે.
આ ગણેશ પ્રતિમાની વિશેષતા એ છે કે માટીની મૂર્તિની બનાવવાથી તેની પવિત્રતા જળવાય છે. તેમજ વિસર્જન સમયે તે સરળતાથી પાણીમાં પીગળી જાય છે. જેને લીધે પર્યાવરણનું પણ જતન થાય છે. ઘરે ગણપતિ લાવવાનો શોખ મોટાભાગના લોકોને હોય છે. જેથી મોટી સંખ્યામાં લોકો આવી જ ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું ઘરમાં સ્થાપન કરી રહ્યા છે.
Latest Videos