Nifty50 Prediction For Wednesday: બુધવાર 21 મે, નિફ્ટીમાં તબાહીનો ખેલ! PUT કે CALL શેમાં થશે વધુ કમાણી ? આ ડેટા વડે જાણો
20 મે 2025 – મંગળવારે બજારમાં ભારે કડાકો જોવા મળ્યો જ્યાં Nifty50 261 અંકોની ભારી ઘટાડા સાથે 24,683.90 પર બંધ રહ્યો. આ ઘટાડો માત્ર ભાવનાત્મક નથી, પણ ટેકનિકલ રીતે પણ બજાર માટે મહત્વના સપોર્ટ ઝોન તોડી નાખે છે. હવે જ્યારે બુધવાર 21 મે આવવાનો છે, ત્યારે રોકાણકારોમાં અનિશ્ચિતતા છે કે શું ઘટાડો હવે રોકાશે કે વધુ નીચે જશે.

21 મે, 2025 બુધવારે Niftyમાં શું સ્થિતિ હશે તેની વાત કરવામાં આવે તો, ડેલી ચાર્ટ પરના Niftyના ઈન્ડિકેટરો બજારમાં નબળાઈ દર્શાવે છે. RSI હાલ 57ના આસપાસ છે પરંતુ નીચે ઝૂકી રહ્યો છે, જેનાથી લાગી રહ્યું છે કે ખરીદદારો હાલ નબળા છે. તેમ છતાં, True Strength Index હજી પણ પોઝિટિવ ઝોનમાં છે અને Stochastic RSIના ઘટકો ઓવરસોલ્ડ ઝોન તરફ આગળ વધી રહ્યા છે.

1 કલાકના ચાર્ટ પર PSP GAP Histogram બતાવે છે કે Upside Momentum (UM) હાલ અટકાયેલો છે અને બજાર હજુ પણ નરમાઈ હેઠળ છે. છેલ્લા કેટલાક દિવસોના અનુભવ મુજબ, આવા RSI ઓવરસોલ્ડ ઝોનમાં જતા બજાર થોડીવાર પછી સુધારાની શક્યતા દર્શાવે છે.

બજારની હાલની સ્થિતિ ઓપ્શન ચેનના આંકડાઓથી વધુ સ્પષ્ટ થાય છે. 22 મેની એક્સપાયરીને ધ્યાનમાં લઈએ તો Put/Call Ratio (PCR) માત્ર 0.49 પર છે, જે સ્પષ્ટ રીતે bearish bias બતાવે છે. Max Pain હાલમાં 24,800 પર છે, જેનો અર્થ છે કે બજાર આ લેવલ આસપાસ સ્થિર થવાની કોશિશ કરશે.

Call તરફ સૌથી વધુ Writing 25,000 અને 24,900ની સ્ટ્રાઈક પર જોવા મળી છે, જ્યાં ક્રમશ: 173.68 લાખ અને 72.26 લાખ OI નોંધાયો છે. આ Call Writing બતાવે છે કે ઉપર તરફ 24,850–25,000 એક મજબૂત રેઝિસ્ટન્સ ઝોન બની ગઈ છે. Put તરફ જો જોઈએ તો 24,650 પર લગભગ 97% અને 24,700 પર 8% OIનો વધારો થયો છે, જે દર્શાવે છે કે નીચેના લેવલ પર થોડીક સપોર્ટ જોવા મળી રહી છે, પણ હજી પણ તે મજબૂત માનવી નહીં શકાય.

સૌથી સચોટ ટ્રેડિંગ સમય: ક્યારે મળી શકે નફો તેની વાત કરવામાં આવે તો ટ્રેડિંગ દરમ્યાન બે ટાઈમ ફ્રેમ એવા છે જ્યાં બજારની દિશા નક્કી થવાની અને શક્તિશાળી મૂવ મળવાની શક્યતા વધુ છે. સવાર 09:19 થી 10:24 વાગ્યા સુધી: જો બજાર 24,700 અથવા તેના નીચે ખુલશે કે તૂટશે તો આ સમય પુટ ઓપ્શન ખરીદવા માટે શ્રેષ્ઠ રહેશે. બપોરે 01:41 થી 02:46 વાગ્યા સુધી: જો બજાર 24,800ના ઉપર ટકી રહે છે અને ઘટાડો થંભે છે તો કોલ ઓપ્શન દ્વારા બાઉન્સબેકની શક્યતા રહેલી છે.

જો બુધવારે બજાર નબળાઈ સાથે ખુલે છે અને 24,700ની નીચે જાય છે, તો 24,650 અથવા 24,700ના Put ઓપ્શન ખરીદી શકાય છે. આ સ્થિતિમાં 100–120 પોઈન્ટ સુધી નફો મળવાની શક્યતા રહેલી છે. સ્ટોપલોસ 24,850 સ્પોટ લેવલ પર રાખવો. બીજી તરફ, જો બપોરે બજારમાં સુધારો થાય છે અને ક્લોઝિંગ 24,800ના ઉપર આવે છે, તો 24,800 અથવા 24,900ના Call ઓપ્શન લેવાય શકે છે. લક્ષ્યાંક 80–100 પોઈન્ટ હોઈ શકે છે. સ્ટોપલોસ 24,650 રાખવો. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
