Nifty50 Prediction For Monday : 19 મેના રોજ સોમવારે Nifty માં નબળાઈ જોવા મળશે કે બાઉન્સબેક ? જાણો ક્યારે અને કેવી રીતે કરશો ટ્રેડ
ગયા શુક્રવારે, 16 મેના રોજ Nifty 50 એ 25,013.10 પર ક્લોઝિંગ આપી હતી, જે થોડુંક નકારાત્મકતા (−42.30 પોઇન્ટ કે −0.17%) બતાવે છે. ત્રણ દિવસની તેજી બાદ હવે બજારમાં થોડી થકાન અને પ્રોફિટ બુકિંગનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં, 19 મેનો ટ્રેડિંગ સેશન ટ્રેડર્સ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

TradingView ના 15 મિનિટ અને 1 કલાકના ચાર્ટ મુજબ, MACD અને True Strength Index (TSI) બંને momentumમાં ઘટાડો બતાવે છે. PSP GAP Histogram+ એ તાજેતરમાં કોઈ નવી UM (Upside Move) રજૂ કરી નથી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેજી થમી ગઈ છે. RSI પણ લગભગ 57 પર છે. જે overbought કે oversold સ્થિતિમાં નથી. આનો અર્થ એ થાય છે કે બજાર હવે કોઈ બ્રેકઆઉટ કે બ્રેકડાઉનની રાહ જોઈ રહ્યો છે. આવા સમયે ટ્રેન્ડને પકડીને રણનીતિથી આગળ વધવું જરૂરી છે.

Nifty ની 22 મે 2025 ની Expiry માટેના ઑપ્શન ડેટા અનુસાર, 25000 પર Max Pain જોવા મળે છે અને ત્યાં ભારે Open Interest (70.76 લાખ) છે. તેની સાથે, 25100 અને 25050 સ્તરે Call Writers ખૂબ સક્રિય છે. જે અનુક્રમે 21.84 લાખ અને 14.84 લાખ OI દર્શાવે છે.

બીજી તરફ, 24900 અને 24700 પર Put Writers સક્રિય છે, પરંતુ તેમની સ્થિતિ નબળી લાગી રહી છે. PCR (Put/Call Ratio) ફક્ત 0.76 છે. જે બજારમાં હળવી Bearish ભાવનાને સાબિત કરે છે.

19 મેના રોજ નીચે જણાવેલા ત્રણ મુખ્ય સમયગાળા માર્કેટમાં એન્ટ્રી લેવા માટે ટેક્નિકલ રીતે સૌથી યોગ્ય માનવામાં આવે છે. સવારે 08:13 થી 09:19 AM – જો માર્કેટની શરૂઆતથી તેજી જોવા મળે, તો Call Option (CE) ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે. બપોરે 12:35 થી 01:40 PM – જો Nifty 24900 ની નીચે સરકી જાય, તો Put Option (PE) ખરીદવા માટે આ સૌથી મજબૂત તક હોઈ શકે છે.

સાંજે 03:51 થી 04:57 PM – જો બજાર દિવસે નબળાઈ બાદ પાછો ઉછાળો આપે, તો Call Option માં ફરીથી પ્રવેશ કરવાનો વિચાર કરી શકાય છે. આ સમયગાળાનું પસંદગી ટેક્નિકલ મૂવમેન્ટ અને માર્કેટ સ્પીડ આધારે કરવામાં આવ્યું છે.

જો Nifty 25000 ની ઉપર ટકી રહે છે કે Gap-Up ખૂલે છે, તો 25000 અથવા 25100 CE ખરીદવી લાભદાયક સાબિત થઈ શકે છે, જેમાંથી 70–100 પોઈન્ટ સુધી નફો મળવાની શક્યતા હોય શકે છે. બીજી તરફ, જો બજાર સમતલ ખૂલે કે 24900 ની નીચે ખસી જાય, તો 24800 અથવા 24900 PE ખરીદવી વધુ યોગ્ય રહેશે. જેમાંથી આશરે 100–120 પોઈન્ટ સુધીના ટાર્ગેટ શક્ય છે. Stoploss માટે CE ટ્રેડમાં 24900 અને PE ટ્રેડમાં 25000 સ્તરો ધ્યાનમાં રાખવા કારણ કે આ સ્તરો Option Chain મુજબ સપોર્ટ અને રેસિસ્ટન્સ તરીકે કાર્ય કરે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી)
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
