ઈલેક્ટ્રીક બસ બનાવતી આ કંપનીના શેરે પહોંચ્યા હાઈ લેવલ પર, રોકાણકારોને એક વર્ષમાં આપ્યું 302 ટકાનું બમ્પર રિટર્ન
JBM ઓટો લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં 23.88 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 451 રૂપિયા થાય છે. JBM ઓટોના શેરમાં છેલ્લા 1 માસમાં 538.35 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 29.88 ટકાનું રિટર્ન આપ્યું છે.

JBM ઓટો લિમિટેડની સ્થાપના વર્ષ 1983 માં થઈ હતી. ઓટોમોટિવ બિઝનેસમાં શીટ મેટલ ઘટકો, ટૂલ્સ, ડાઈઝ અને મોલ્ડ્સ તેમજ બસનું ઉત્પાદન અને વેચાણ કરે છે. આ સાથે જ બસના સ્પેરપાર્ટ્સ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તે ઈલેક્ટ્રીક બસ પણ બનાવે છે. તેના ક્લાઈન્ટની વાત કરીએ તો અશોક લેલેન્ડ, ડેમલર, નિસાન, રેનો, એફસીએ, ફોર્ડ, ટોયોટા, વોલ્વો, ફોક્સવેગન, ટાટા, હોન્ડા, એસ્કોર્ટ્સ, મહિન્દ્રા, હોન્ડા, ફોર્સ વગેરે છે.

JBM ઓટો લિમિટેડના શેર આજે 19 ફેબ્રુઆરીના રોજ 316.35 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 2054 ના સ્તર પર ખુલ્યો હતો અને 2428.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 15.63 ટકાના વધારા સાથે 2340 રૂપિયા પર બંધ થયો હતો.

JBM ઓટો લિમિટેડના શેરે છેલ્લા 5 દિવસમાં 23.88 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 451 રૂપિયા થાય છે. JBM ઓટોના શેરમાં છેલ્લા 1 માસમાં 538.35 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 29.88 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો JBM ઓટોના શેરે ઈન્વેસ્ટર્સને 802.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 52.21 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 302.75 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1759 રૂપિયાનું વળતર આપ્યું છે. JBM ઓટોના શેરે છેલ્લા 5 વર્ષમાં 2112.14 ટકાનું રિટર્ન આપ્યું છે.

JBM ઓટો લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 67.5 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 29.6 ટકા છે. કંપનીમાં કુલ 89,478 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 27,722 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 2055 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 151 કરોડ રૂપિયા છે.
