AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ‘સાયકલ રીપેર’ કરો અને મહિને કમાઓ ₹35,000 ! ધંધો ભલે નાનો પણ આવક મજબૂત

આજે પણ ભારતમાં ઘણા લોકો સાયકલ પર સવારી કરવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને સીનિયર સિટીઝન સુધી દરેક વ્યક્તિ સાયકલ ચલાવે છે. આ જ કારણ છે કે, 'સાયકલ રીપેરીંગ' ટકાઉ બિઝનેસ બની શકે છે.

| Updated on: Oct 08, 2025 | 4:58 PM
Share
'સાયકલ રીપેરીંગ'નો વ્યવસાય શરૂ કરવા માટે વધુ રોકાણની જરૂર પડતી નથી. બીજું કે, આ વ્યવસાયમાં કમાણીની સંભાવના સારી છે. જો તમે નાનો પણ નફાકારક વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો 'સાયકલ રીપેરીંગ'ની દુકાન તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.

1 / 8
આ બિઝનેસમાં તમારે સૌથી પહેલા તો લોકેશન ઉપર ફોકસ કરવું જોઈએ. બિઝનેસ લોકેશનની વાત કરીએ તો, જ્યાં સાયકલનો વ્યાપક ઉપયોગ થાય છે, ત્યાં સાયકલ રીપેરીંગની શોપ ખોલી શકાય છે. આ સિવાય શાળાઓ, કોલેજો-કોચિંગ સેન્ટરો, ગામડાઓ તેમજ નાના શહેરો, બજારો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સાયકલ રીપેરીંગનો બિઝનેસ શરૂ કરી શકાય છે.

2 / 8
કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી લાયસન્સ અને રજીસ્ટ્રેશનની જરૂર પડે છે. સાયકલ બિઝનેસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રાખવા પડે છે. જો તમારી વાર્ષિક આવક ₹20 લાખથી વધુ હોય, તો તમારે GST રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું જોઈએ. વધુમાં, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અને MSME રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

3 / 8
સાયકલનો વ્યવસાય શરૂ કરવા માટે અંદાજિત ₹1,00,000 કે તેથી વધુનું રોકાણ કરવું પડશે. દુકાનનું ભાડું ₹5,000 થી ₹15,000 સુધીનું હોઈ શકે છે. રીપેરીંગના સાધનોનો ખર્ચ લગભગ ₹10,000 થશે. વધુમાં તાળાઓ, ઘંટડીઓ અને હેલ્મેટ જેવી એસેસરીઝની કિંમત લગભગ ₹10,000 થશે. જો તમે કોઈ કર્મચારીને નોકરી પર રાખો છો, તો પગાર દર મહિને ₹10,000 થી ₹12,000 સુધીનો હોઈ શકે છે.

4 / 8
બીજું કે, વીજળી અને સમારકામનો ખર્ચ ₹2,000 થી ₹5,000 સુધીનો હોઈ શકે છે. પ્રમોશનનો ખર્ચ ₹1,000 થી ₹3,000 અને બિઝનેસને લગતો બીજો કોઈ સામાન્ય ખર્ચ લગભગ ₹2,000 સુધીનો હોઈ શકે છે. આ બિઝનેસમાં તમે પંચર રીપેર, ચેઇનને ટાઇટ કરવી અથવા તો બદલવી, બ્રેક અને ગિયરમાં બદલાવ કરવો, હેન્ડલ્સ-સીટ એડજસ્ટમેન્ટ, ટાયર-ટ્યુબ બદલવા અને પેડલ અથવા બેલ (ઘંટી) બદલવાનો સમાવેશ થાય છે.

5 / 8
આ માટે પંચર કીટ, એર પંપ, સ્ક્રુ-ડ્રાઈવર સેટ, ચેઇન ટૂલ, મલ્ટી-સ્પેનર, વાઇપ્સ અને ક્લીનર જેવા સાધનોની જરૂર પડે છે. બિઝનેસને વેગ આપવા માટે તમે હેલ્મેટ, તાળાઓ અને સાયકલ લાઇટ જેવી વિવિધ એસેસરીઝ પણ વેચી શકો છો.

6 / 8
સાયકલ રીપેરના આ બિઝનેસમાં આશરે ₹10,000 થી ₹20,000 ની માસિક આવક થઈ શકે છે. વધુમાં ઘંટડી, ટાયર, હેન્ડલ અને કવર જેવી સાયકલ એસેસરીઝ વેચવાથી દર મહિને ₹5,000 થી ₹15,000 ની આવક થઈ શકે છે. ગ્રાહકો વારંવાર આ નાની વસ્તુઓ ખરીદે છે, જે તમારા વ્યવસાયને વધુ મજબૂત બનાવે છે.

7 / 8
સાયકલ વ્યવસાયનું માર્કેટિંગ કરવા માટે પહેલા તમારા લોકલ વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે દુકાનો, શાળાઓ અને કોલેજોની આસપાસ મોટા બેનરો અને બિલબોર્ડ લગાવી શકો છો. બીજું કે, ફેસબુક પેજ બનાવો અને ત્યાં તમારી સાયકલ અને ઓફર્સના ફોટા શેર કરો.

8 / 8

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">