સ્કુલ ગેમથી લઈ પેરિસ ઓલિમ્પિક સુધી આવી રહી ચિરાગ શેટ્ટીની સફર, કોર્ટમાં ઉતરે છે તો મેડલ પાક્કો હોય છે

ચિરાગ અને સાત્વિકસાઈરાજ પાસે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા છે,ચિરાગ શેટ્ટીએ સ્કૂલ નેશનલ્સમાં ટીમ ચેમ્પિયનશિપ અને વ્યક્તિગત બ્રોન્ઝ જીત્યો હતો,આજે આપણે વાત કરીશું ઈન્ડિયન પ્રોફેશલ બેડમિન્ટર ખેલાડી ચિરાગ શેટ્ટીના પરિવાર વિશે.

| Updated on: Jul 24, 2024 | 1:29 PM
બેડમિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટીના પરિવાર વિશે જાણો

1 / 23
 ચિરાગ શેટ્ટી એક ભારતીય પ્રોફેશલ બેડમિન્ટન ખેલાડી છે, જે મિક્સ ટીમ અને પુરુષોની ડબલ્સ ઈવેન્ટ્સમાં રમે છે. ચિરાગ શેટ્ટીએ 7 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે તેની રમતમાં રસ વધતો ગયો, અને તેણે ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબમાં મનીષ હડકરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.

2 / 23
ચિરાગ શેટ્ટીનો જન્મ 4 જુલાઈ 1997ના રોજ મલાડ મુંબઈમાં ચંદ્રશેખર અને સુજાતા શેટ્ટીના ઘરે થયો હતો. તેના પિતા હોટેલીયર છે. તેણે ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આવેલી ઉદય પવાર બેડમિન્ટન એકેડમીમાં તાલીમ શરૂ કરી, પરંતુ બાદમાં તે હૈદરાબાદની ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાં શિફ્ટ થઈ ગયો.

3 / 23
10મા ધોરણ પછી,16 વર્ષના ચિરાગે બેડમિન્ટન ખેલાડી તરીકે તેની કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું. ચિરાગ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને વિજ્ઞાન શીખવામાં ખૂબ જ રસ હતો.

4 / 23
ચિરાગ શેટ્ટીએ 2013માં યોજાયેલી સુશાંત ચિપલકટ્ટી મેમોરિયલ ઈન્ડિયા જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લઈને તેના કરિયરની શરૂઆત કરી હતી, જોકે તે ફાઇનલમાં પ્રવેશ કરી શક્યો ન હતો. 2014માં ચિરાગે તેના ડબલ્સ પાર્ટનર કુહૂ સાથે મિશ્ર ડબલ્સ ઇવેન્ટમાં ટાટા ઓપન ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ માટે ક્વોલિફાય કર્યું. ચિરાગ અને કુહૂની જોડી ક્વાર્ટર ફાઇનલમાં ટૂર્નામેન્ટ હારી ગઈ હતી.

5 / 23
ચિરાગે સ્વિસ જુનિયર ઓપન 2014 મેન્સ ડબલ્સમાં M.R અર્જુન સાથે તેનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2014 ચિરાગ માટે સફળ વર્ષ સાબિત થયું કારણ કે તેણે સ્કોટલેન્ડ સામે યોનેક્સ બેલ્જિયન જુનિયરમાં તેનો બીજો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ જીત્યો હતો.

6 / 23
ત્યારબાદ ચિરાગ શેટ્ટી, ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમના મુખ્ય  કોચ પુલેલા ગોપીચંદની નીચે તાલીમ મેળવવા હૈદરાબાદની પુલેલા ગોપીચંદ એકેડમીમાં જોડાયો હતો.

7 / 23
ત્યાં, કોચે પુરુષોની ડબલ્સ ઇવેન્ટ માટે ચિરાગ શેટ્ટીને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી સાથે જોડી બનાવી. શરૂઆતમાં બંનેની જોડી ખૂબ ખુશ ન હતા. ચિરાગ અને સાત્વિકસાઈરાજ બંને બેક-કોર્ટના ખેલાડીઓ હતા અને તેમના માટે કોર્ટ પર ટીમ તરીકે રમવું ખૂબ મુશ્કેલ હતું.

8 / 23
ચિરાગ અને સાત્વિકસાઈરાજનું ઑફ-કોર્ટ બોન્ડિંગ પણ બહુ સારું નહોતું. ચિરાગ મુંબઈમાં મોટો થયો હતો અને સાત્વિકસાઈરાજ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના અમલાપુરમના નાના શહેરમાંથી આવે છે. એક સમયે એવું લાગતું હતુ કે, આ જોડી સાથે વધારે નહિ ચાલે પરંતુ ચિરાગે કહ્યું હવે અમે સારા મિત્રો બની ગયા છીએ, તે હવે મને સારી રીતે ઓળખે છે અને હું પણ તેના વિશે બધું જાણું છું.

9 / 23
ચિરાગ અને સાત્વિકસાઈરાજની જોડીએ બંનેએ એકસાથે અનેક ટુર્નામેન્ટ જીતી, ઘણા રેકોર્ડ તોડ્યા અને ઐતિહાસિક ક્ષણો બનાવી. ટાટા ઓપન ઈન્ડિયા ઈન્ટરનેશનલ ચેલેન્જ 2016 જીત્યા બાદ તેઓ સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. તેઓએ તે જ વર્ષે મોરેશિયસ ઈન્ટરનેશનલ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ સીરીઝ, બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ અને વિયેતનામ ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જના ટાઇટલ પણ જીત્યા હતા.

10 / 23
ચિરાગ ચંદ્રશેખર શેટ્ટીનો જન્મ 4 જુલાઈ 1997 રોજ થયો છે, તે એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તે તેનો પાર્ટનર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, BWF વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વ નંબર 1 બનનાર, BWF વર્લ્ડ ટૂર 1000 સિરીઝ જીતનાર અને બેડમિન્ટનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનેલી એકમાત્ર ડબલ્સ જોડી છે.

11 / 23
 ચિરાગે શરૂઆતમાં અર્જુન એમ.આર. સાથે રમતો હતો બાદમાં કોચ ટેન કિમ હર દ્વારા સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી સાથે જોડી બનાવવામાં આવી હતી પછીથી આ જોડી ખુબ જ હિટ રહી છે.

12 / 23
2018માં, શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી,  તેમજ ફાઇનલમાં અકબર બિન્તાંગ કાહ્યોનો અને મુહમ્મદ રેઝા પહેલવી ઇસ્ફહાનીની ઇન્ડોનેશિયન જોડીને હરાવીને હૈદરાબાદ ઓપનમાં તેમનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું.

13 / 23
2019માં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી BWF સુપરસિરીઝ  BWF વર્લ્ડ ટૂર (સુપર 500+) ટાઈટલ જીતનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી બની, જ્યારે તેઓએ ફાઇનલમાં લિ જુનહુઈ અને લિયુ યુચેનની ચાઈનીઝ જોડીને હરાવીને થાઈલેન્ડ ઓપન ટાઈટલ જીત્યું.  2019 ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં ઇન્ડોનેશિયન જોડી સામે હારી ગયા હતા

14 / 23
2021માં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી 2020 યોનેક્સ થાઈલેન્ડ ઓપનમાંથી બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયન જોડી મોહમ્મદ અહસાન અને હેન્દ્રા સેટિયાવાન સામે હારી ગયા હતા. ડિસેમ્બરમાં મહિનામાં શેટ્ટી અને રેન્કીરેડ્ડી તેમની કારકિર્દીમાં પ્રથમ વખત BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાય થયા હતા, પરંતુ કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારરૂપ રાસમુસેનની ડેનિશ જોડી સામે તેમની પ્રથમ ગ્રૂપ સ્ટેજની મેચમાં હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી દુર થયા હતા.

15 / 23
2022માં શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ઈન્ડિયા ઓપન જીતીને વર્ષની શરૂઆત કરી હતી. તેઓ ભારતની થોમસ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતા. તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

16 / 23
 BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, શેટ્ટી અને રેન્કીરેડ્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જે ટુર્નામેન્ટમાં ભારતનો પ્રથમ-વર્લ્ડ મેન્સ ડબલ્સ મેડલ છે. ચિરાગ શેટ્ટી અને રેન્કીરેડ્ડીએ ફાઈનલમાં લુ ચિંગ-યાઓ અને યાંગ પો-હાનને હરાવીને તેમની કારકિર્દીમાં પ્રથમ સુપર 750 ટાઈટલ બનાવતા ફ્રેન્ચ ઓપન જીત્યું હતું.

17 / 23
ચિરાગ શેટ્ટી ભારતીય ટીમનો સભ્ય હતો જેણે બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ 2023 સ્વિસ ઓપન (બેડમિન્ટન) માં જોડી તરીકે તેમનું પ્રથમ ટાઈટલ જીત્યું, દુબઈમાં આયોજિત 2023 બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ જીત્યા બાદ બંનેએ એશિયન ચેમ્પિયન તરીકેનો તાજ પણ પહેર્યો હતો.

18 / 23
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી એ 2023 ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં એરોન ચિયા અને સોહ વુઇ યિકને હરાવીને તેમનું પ્રથમ BWF વર્લ્ડ સુપર 1000 ટાઇટલ જીત્યું, આમ આ ઇવેન્ટ જીતનાર ભારતની પ્રથમ પુરુષ ડબલ્સ જોડી બની. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ઈન્ડોનેશિયાની જોડી ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને હરાવીને 2023 કોરિયા ઓપન જીતી હતી.

19 / 23
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી સાથે તે 2024 મલેશિયા ઓપનની સુપર 1000 ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો.આ વર્ષે 2024 ઈન્ડિયા ઓપનની બીજી ફાઇનલમાં પહોંચ્યા અને ફરીથી ફાઇનલમાં પહોંચ્યા પરં કોરિયન જોડી કાંગ મિન-હ્યુક અને સેઓ સેઉંગ-જે સામે હારી ગયા હતા.

20 / 23
ત્યારબાદ તેઓએ છેલ્લે 2024 ફ્રેન્ચ ઓપનની સુપર 750 ઇવેન્ટમાં આ વર્ષની તેમની પ્રથમ ઈવેન્ટ જીતી હતી. 2024 સિંગાપોર ઓપનમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી સીધી ગેમમાં ડેનિશ જોડી સામે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા.હવે ભારતીય ચાહકો ચિરાગ શેટ્ટી પાસે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા રાખી રહ્યા છે.

21 / 23
ચિરાગ શેટ્ટીને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ઓગસ્ટ 2020માં બેડમિન્ટન માટે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2023માં બેડમિન્ટન માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્નથી સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

22 / 23
BWF વર્લ્ડ ટૂર જેની જાહેરાત 19 માર્ચ 2017ના રોજ કરવામાં આવી હતી અને 2018માં અમલમાં મૂકવામાં આવી હતી, એ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા મંજૂર કરાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટની સિરીઝ છે. BWF વર્લ્ડ ટુરને વર્લ્ડ ટૂર ફાઇનલ્સ, સુપર 1000, સુપર 750, સુપર 500, સુપર 300 અને BWF ટૂર સુપર 100ના ભાગમાં વહેંચવામાં આવી છે.

23 / 23
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">