બેડમિન્ટન
બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. આ રમતમાં ખેલાડીઓ શટલકોકને તેમના રેકેટથી ફટકારીને તેમના વિરોધીના કોર્ટમાં પડવાનો પ્રયાસ કરે છે. જો નિયમ મુજબ શટલકોક બોક્સમાં પડે તો જ ખેલાડીને પોઈન્ટ મળે છે. આ રમત 1992 થી ઓલિમ્પિકમાં રમાઈ રહી છે જેમાં પુરૂષો અને મહિલા સિંગલ્સ સિવાય, પુરુષો અને મહિલા ડબલ્સ અને મિશ્રિત ડબલ્સ મેચો યોજાય છે.
બેડમિન્ટન એસોસિએશન IBF ની સ્થાપના વર્ષ 1934 માં કરવામાં આવી હતી. કેનેડા, ડેનમાર્ક, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ જેવા દેશો તેના સ્થાપક બન્યા. 1936માં બે વર્ષ પછી ભારત આ સંગઠનમાં સહયોગી તરીકે જોડાયું.
Australian Open 2025 : લક્ષ્ય સેને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ, મળી આટલી મોટી પ્રાઈઝ મની
ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની ફાઈનલમાં ભારતીય શટલર લક્ષ્ય સેને જાપાનના યુશી તનાકાને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે. આ તેનો ત્રીજો સુપર 500 ખિતાબ છે. 2025માં તેની આ મોટી જીત પણ છે.
- Nirupa Duva
- Updated on: Nov 23, 2025
- 4:40 pm
ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ, એક આખી સિઝન માટે બહાર
ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ હાલમાં ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. સોમવારે, તેમની ઈજાઓ અંગે એક મોટી અપડેટ બહાર પાડવામાં આવી. એક ખેલાડીએ તો આ વર્ષે બાકી રહેલી બધી ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત પણ કરી.
- Smit Chauhan
- Updated on: Oct 27, 2025
- 10:08 pm
માતા ચીની પિતા તેલુગુ, અભિનેતા સાથે લગ્ન કર્યા, 1 દીકરીની માતાનો આવો છે પરિવાર
જ્વાલા ગુટ્ટા 30 લીટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી ચૂકી છે. જ્વાલા ગુટ્ટાના એક વખત છૂટાછેડા થયા છે. તેના બીજા લગ્ન અભિનેતા સાથે થયા છે. જ્વાલા ગુટ્ટા એક દીકરીની માતા છે. તો આજે આપણે જ્વાલા ગુટ્ટાના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Sep 27, 2025
- 5:30 pm
Hong Kong Open : લક્ષ્ય સેને 2 વર્ષની રાહનો અંત લાવ્યો, વર્લ્ડ નંબર-3 ખેલાડીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો
ભારતીય બેડમિન્ટનના સારા દિવસો પાછા આવી રહ્યા હોય તેવું લાગે છે અને ફરી એકવાર ભારતીય ખેલાડીઓએ કોર્ટ પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, ભારતના યુવા સ્ટાર લક્ષ્ય સેને હવે હોંગકોંગ ઓપનમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.
- Smit Chauhan
- Updated on: Sep 13, 2025
- 7:50 pm
જ્વાલા ગુટ્ટાએ 30 લિટર બ્રેસ્ટ મિલ્કનું દાન કર્યું,આ ખાસ કારણોસર આ પગલું ભરવામાં આવ્યું
બેડમિન્ટનમાં ભારતને અનેક મેડલ જીતાડનાર ફેમસ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ મોટું પગલું ઉઠાવ્યું છે. જેના લોકો વખાણ કરી રહ્યા છે. જ્વાલા ગુટ્ટા દરરોજ પોતાનું બ્રેસ્ટ મિલ્ક દાન કરી રહી છે. તો ચાલો આની પાછળ શું કારણ છે તે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 12, 2025
- 2:52 pm
10 વર્ષ સુધી ડેટિંગ કરી લગ્નના 7 વર્ષ બાદ અલગ થનાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલના પરિવાર વિશે જાણો
હરિયાણાની રહેવાસી સાયના નેહવાલ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તેમણે લંડન ઓલિમ્પિક-2012માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- Nirupa Duva
- Updated on: Aug 23, 2025
- 7:18 am
માત્ર 20 દિવસમાં સાયના નેહવાલે પોતાનો નિર્ણય બદલ્યો, પતિ પારૂપલ્લી કશ્યપ સાથે કર્યું ‘પેચ-અપ’
ભારતની સૌથી સફળ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક સાયના નેહવાલ અને દિગ્ગજ ખેલાડી કશ્યપે 2018 માં લગ્ન કર્યા હતા. બંનેએ અચાનક લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ 13 જુલાઈના રોજ સાયનાએ કશ્યપથી અલગ થવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 2, 2025
- 10:23 pm
ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત, કારકિર્દી બરબાદ થતા બચી ગઈ
ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં તેની વિરુદ્ધ એક કેસ માટે FIR દાખલ કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 28, 2025
- 6:08 pm
Breaking News :સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષ પછી અલગ થયા, કહ્યું- પરસ્પર સંમતિથી નિર્ણય લીધો
ભારતીય બેડમિન્ટન દિગ્ગજ અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે તેના પતિ પારુપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી છે. તેણીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. સાયનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, "ક્યારેક જીવન આપણને અલગ રસ્તાઓ પર લઈ જાય છે. ખૂબ વિચાર કર્યા પછી, પારુપલ્લી કશ્યપ અને મેં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે આપણા માટે અને એકબીજા માટે શાંતિ, વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છીએ.
- Tanvi Soni
- Updated on: Jul 14, 2025
- 11:37 am
News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું 9 મેથી આયોજન, આ રીતે કરો રજીસ્ટ્રેશન
ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન 9 થી 11 મે દરમિયાન પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે થવાનું છે. આ એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ્ય કોર્પોરેટ્સ વચ્ચે આરોગ્ય, સહયોગ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે. તમે www.news9corporatecup.com અને corporatecup@tv9.com દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- Smit Chauhan
- Updated on: May 5, 2025
- 9:00 pm
TV9 નેટવર્ક દ્વારા News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત, જાણો A to Z માહિતી
TV9 નેટવર્કે પદ્મ ભૂષણ પુલેલા ગોપીચંદની પ્રતિષ્ઠિત બેડમિન્ટન એકેડમી સાથે જોડાણમાં ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની જાહેરાત કરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 15, 2025
- 4:01 pm
TV9 નેટવર્ક દ્વારા ન્યૂઝ9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, જાણો A ટુ Z માહિતી
TV9 નેટવર્કે પુલ્લેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી સાથે ભાગીદારીમાં News9 કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ લોન્ચ કરી છે. આ સ્પર્ધા હૈદરાબાદમાં યોજાશે અને કોર્પોરેટ કર્મચારીઓને ફિટનેસ, ટીમવર્ક અને વર્ક-લાઇફ બેલેન્સને પ્રોત્સાહન આપશે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2025
- 9:14 pm
PV Sindhu Wedding : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, ક્યુટ લાગી રહ્યું છે આ કપલ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. બંન્નેના લગ્ન ઉદયપુરમાં ધામધુમથી કરવામાં આવ્યા હતા. પીવી સિંધુના લગ્નનો પ્રથમ ફોટો સામે આવ્યો છે,
- Nirupa Duva
- Updated on: Dec 23, 2024
- 2:08 pm
Pv Sindhu Net Worth : પીવી સિંધુ કેટલી સંપત્તિની માલિક છે ? ગિફ્ટમાં મળી ચૂકી છે કાર
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાય રહી છે. પીવી સિંધુ વેંકટ દત્તા સાઈ સાથે ધામધુમથી લગ્ન કરી રહી છે.શું તમે જાણો છો કે, સિંધુ કેટલી સંપત્તિની માલિક છે. તો તમને જણાવી દઈએ કે, પીવી સિંધુ દુનિયાની સૌથી અમીર બેડમિન્ટન ખેલાડી રહી ચૂકી છે.
- Nirupa Duva
- Updated on: Dec 22, 2024
- 11:41 am
PV Sindhu Wedding : 3 પેલેસમાં લગ્ન, મેવાડી ફૂડ, રાજસ્થાની ડેકોરેશન, જાણો પીવી સિંધુના શાહી લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે બિઝનેસમેન વેકન્ટ સાંઈ દત્તા સાથે ઉદયપુરમાં સાત ફેરા લેશે. આ દરમિયાન સચિન સહિત અનેક સ્ટાર લગ્નમાં પહોંચવાની શક્યતા છે. તો ચાલો જાણીએ લગ્ન સાથે જોડાયેલી ખાસ વાતો
- Nirupa Duva
- Updated on: Dec 22, 2024
- 11:22 am