AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rich Tennis Players: 14 ગ્રાન્ડસ્લેમ જીતી ઈતિહાસ રચનાર સર્વકાલીન મહાન ટેનિસ ખેલાડી ‘પીટ સામ્પ્રાસ’

ટેનિસ ઈતિહાસના સૌથી મહાન ટેનિસ ખેલાડીના લિસ્ટમાં આજના યુગના 'બિગ થ્રી' ફેડરર, નડાલ અને જોકોવિચ સિવાય તેમની પહેલાના દશકના બે મહાન ખેલાડીઓ સામેલ છે, જેમાં એક છે આન્દ્રે અગાસી અને બીજો છે પીટ સામ્પ્રાસ. જેમ આજની પેઢી ફેડરર-નડાલ યુગની સાક્ષી બની તેવી જ રીતે આ બે ખેલાડીઓની રમત અને સ્પર્ધા 90ના દશકની હેડલાઇન રહી હતી. આ બંને મહાન ખેલાડીઓમાં પીટ સામ્પ્રાસ 14 ગ્રાન્ડસ્લેમ જીતી સૌથી મહાન ટેનિસ ખેલાડીઓમાં બધાથી આગળ નીકળ્યો હતો અને આજે પણ પીટ સામ્પ્રાસ જેવો કોઈ બીજો ખેલાડી રેનિસ જગતમાં જોવા નથી મળ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:21 PM
Share
અમેરિકન ટેનિસ ખેલાડી પીટ સામ્પ્રાસ તેની અસાધારણ ઓલ-અરાઉન્ડ રમત માટે ટેનિસ જગતનો સર્વકાલી મહાન ખેલાડી સાબિત થયો હતો. તેનો સૌથી વધુ 14 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ વર્ષ 2009માં રોજર ફેડરરે તોડી નાખ્યો હતો. 1990ના દાયકાના પ્રોફેશનલ ટેનિસમાં તેના વર્ચસ્વે સામ્પ્રાસને તેના બાળપણના હીરો રોડ લેવરની સાથે સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક તરીકે સ્થાન અપાવ્યું હતું.

1 / 10
સામ્પ્રાસે તેની કારકિર્દી દરમિયાન સાત વિમ્બલ્ડન સિંગલ્સ ચેમ્પિયનશિપ (1993–95, 1997–2000), પાંચ યુએસ ઓપન ટાઈટલ (1990, 1993, 1995–96, 2002), અને બે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ (1994, 1997) જીતી હતી, પરંતુ ક્યારેય ફ્રેન્ચ ઓપન જીતી શક્યો નથી.

2 / 10
પીટર સામ્પ્રાસનો જન્મ 12 ઓગસ્ટ  1971ના રોજ વોશિંગ્ટન, DC USAમાં થયો હતો. 1978માં તેમનો પરિવાર દક્ષિણ કેલિફોર્નિયામાં સ્થળાંતર થયા પછી સામ્પ્રાસે ટેનિસ શરૂ કર્યું. જ્યારે સામ્પ્રાસ 14 વર્ષનો હતો, ત્યારે તેણે તેની રમતની મૂળભૂત શૈલી બે હાથના બેકહેન્ડને સર્વ-અને-વોલીમાં ફેરવી હતી. જેનો તેણે તેની કારકિર્દીમાં ખૂબ જ ફાયદો થયો હતો.

3 / 10
સામ્પ્રાસે 1988માં પ્રોફેશનલ ટેનિસમાં પ્રવેશ કર્યો અને આગામી બે સિઝનમાં સતત પ્રગતિ કરી. 1990 યુ.એસ. ઓપનમાં તેણે ટોચના ટેનિસ ખેલાડીઓને હરાવી પોતાનું પહેલી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. સામ્પ્રાસ 19 વર્ષની ઉંમરે સૌથી યુવા ગ્રાન્ડસ્લેમ પુરૂષ સિંગલ્સ ચેમ્પિયન બન્યો હતો.

4 / 10
અતિશય શક્તિવાળી સર્વ (200 કિમી/કલાક [120 માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે), શાનદાર ફોરહેન્ડ અને અસાધારણ કોર્ટ કવરેજ ટેકનિકના આધારે સામ્પ્રાસે વર્ષ 1993માં ATP  રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો હતો અને વર્ષ 1998 સુધી ટોપ પર રહ્યો હતો.

5 / 10
પીટ સામ્પ્રાસે 14 મેજર ખિતાબ જીત્યા હતા અને 1995 ડેવિસ કપ જીતનાર યુએસ ટીમનો સભ્ય પણ હતો. 2002 યુ.એસ. ઓપનમાં તેની કારકિર્દીનું રેકોર્ડ 14મું અને અંતિમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ હતું. આ યાદગાર જીત બાદ, સામ્પ્રાસ બીજી કોઈ ટુર્નામેન્ટમાં રમ્યો નહીં અને વર્ષ 2003માં સત્તાવાર રીતે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.

6 / 10
પીટ સામ્પ્રાસને તેના શાનદાર ટેનિસ કરિયર અને 14 ગ્રાન્ડ સ્લેમની વિશેષ સિદ્ધિ બદલ વર્ષ 2007માં ઈન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

7 / 10
તેની સિદ્ધિઓને કારણે, સામ્પ્રાસને ટેનિસ ઇતિહાસના સૌથી મહાન ટેનિસ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. ખાસ કરીને, તેને તેની શ્રેષ્ઠ ટેકનિક તથા સર્વ-અને-વોલીમાં તેની નિપુણતા માટે યાદ કરવામાં આવે છે.

8 / 10
30 સપ્ટેમ્બર, 2000ના રોજ પીટ સામ્પ્રાસે અમેરિકન અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ટીન USA બ્રિજેટ વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. સામ્પ્રાસ દંપતીને બે પુત્રો છે. 21 નવેમ્બર, 2002ના રોજ તેમના પહેલા પુત્ર ક્રિશ્ચિયન ચાર્લ્સનો અને 29 જુલાઈ, 2005ના રોજ બીજા પુત્ર રાયન નિકોલાઓસનો જન્મ થયો હતો. તેઓ કેલિફોર્નિયાના લેક શેરવુડમાં રહે છે.

9 / 10
પીટ સામ્પ્રાસ ટેનિસ ઈતિહાસના સૌથી મહાન ટેનિસ ખેલાડીઓમાં એક છે. 14 ગ્રાન્ડ સ્લેમ સહિત અનેક ટુર્નામેન્ટ જીતી પીટ સામ્પ્રાસે કરોડોની પ્રાઇઝ મની જીત છે અને તેની નિવૃત્તિના 20 વર્ષ બાદ પણ તે સૌથી વધુ પ્રાઇઝ મની જીતવા મામલે ટોપ 10માં સામેલ છે. પીટ સામ્પ્રાસે કુલ 360 કરોડથી વધુ પ્રાઇઝ મની જીતી છે. (all photo courtesy: google)

10 / 10
Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું

રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ

નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ

વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video

સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા

આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ

ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ

પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો

તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ

g clip-path="url(#clip0_868_265)">