હરસ-મસા, કબજિયાત અને એસિડિટીથી મળશે ‘કાયમી છુટકારો’, રસોડામાં છુપાયેલી આ એક વસ્તુ આંતરડાને રાખશે ‘એકદમ હેલ્ધી’
રસોડામાં રહેલી એક નાનકડી મીઠી વસ્તુ પેટ અને આંતરડાની મોટી બીમારીઓ માટે 'રામબાણ ઈલાજ' સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ વસ્તુ ખાવાના અદ્ભુત ફાયદા છે. આનાથી કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ જડમૂળથી ગાયબ થઈ શકે છે.

સૂકા મેવામાં ખાટો-મીઠો સ્વાદ ધરાવતી કિસમિસ મોટાઓ અને બાળકો બધાને જ પસંદ આવે છે. મોટાભાગના ઘરોમાં કિસમિસ સરળતાથી મળી રહે છે. મીઠાઈથી લઈને નમકીન અને વિવિધ પ્રકારની વાનગીઓમાં કિસમિસનો ઉપયોગ કરવામાં આવે છે. કિસમિસ સુકાઈ ગયેલી દ્રાક્ષમાંથી બને છે અને તેમાં નેચરલ સુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો કે, કિસમિસના ફાયદા અનેક છે. કિસમિસ માત્ર સ્વાદ પૂરતી જ સીમિત નથી પરંતુ તે પોષક તત્વોનો ભંડાર છે.

દરરોજ કિસમિસ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે મળ ત્યાગમાં મદદરૂપ થાય છે. આ પ્લાન્ટ-બેઝ્ડ ફૂડ ફાઈબરથી ભરપૂર હોય છે, જે આંતરડામાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે અને આહારને આંતરડામાંથી સરળતાથી પસાર થવામાં મદદ કરે છે.

કિસમિસમાં રહેલું રાસાયણિક સંયોજન 'સોર્બિટોલ' આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જે સુગર આલ્કોહોલ હેઠળ આવે છે અને કબજિયાતમાંથી રાહત મેળવવામાં મદદ કરે છે. જો લોકો દરરોજ નિયમિતપણે કિસમિસ ખાવાનું શરૂ કરે, તો કબજિયાતથી પીડાતા લોકો સાજા થઈ જશે. કિસમિસ આંતરડામાં પાણીનું સંતુલન કુદરતી રીતે સુધારે છે. કિસમિસમાં રહેલું સોર્બિટોલ આંતરડાને મળમાં ભેજ જાળવી રાખવાનો સંકેત આપે છે. કિસમિસમાં રહેલું ફાઈબર પણ મળને નરમ અને સરળતાથી બહાર નીકળે તેવો બનાવે છે. આથી દરરોજ કિસમિસ ખાવાથી મળ ત્યાગમાં સરળતા રહે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવા ઉપરાંત કિસમિસ હેલ્ધી આંતરડાના બેક્ટેરિયાને પણ પોષણ આપે છે. કિસમિસ ખાવાથી એસિડિટી અને પેટમાં ભારેપણું આવવાની સમસ્યા ઓછી થાય છે. આંતરડું સ્વસ્થ રહેવાથી ફિશર અને હરસ (બવાસીર) જેવી બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

કિસમિસ પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી પણ ભરપૂર હોય છે, જે તમારા ઓવરઓલ (સમગ્ર) પાચનની સાથે હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે દરરોજ 8-10 કિસમિસને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ લેવી જોઈએ. જો સવારે સમય ન હોય, તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે 5-6 કિસમિસ ખાવાથી પણ ફાયદો થશે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ અને હેલ્થ નિષ્ણાતોના મંતવ્ય પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Fatty Liver Oil Tips : ફેટી લીવર ધરાવતા લોકો માટે આ 4 તેલ સૌથી વધુ ફાયદાકારક ?
