AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news Morbi: મોરબીમાં વીજ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 13મા દિવસે ટ્રેક્ટર રેલી સાથે સરકાર સામે હલ્લાબોલ

Breaking news Morbi: મોરબીમાં વીજ ટાવર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 13મા દિવસે ટ્રેક્ટર રેલી સાથે સરકાર સામે હલ્લાબોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2026 | 2:13 PM
Share

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરમાંથી પસાર થનારી વીજલાઇન અને વીજ ટાવરના મુદ્દે ખેડૂતોનું આંદોલન સતત તેજ બની રહ્યું છે. આંદોલન હવે 13મા દિવસે પણ યથાવત રહ્યું છે અને ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ પર અડગ છે.

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરમાંથી પસાર થનારી વીજલાઇન અને વીજ ટાવરના મુદ્દે ખેડૂતોનું આંદોલન સતત તેજ બની રહ્યું છે. આંદોલન હવે 13મા દિવસે પણ યથાવત રહ્યું છે અને ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ પર અડગ છે.

જમીનનું વળતર વર્તમાન બજાર કિંમતના આધારે ચૂકવવામાં આવે

ખેડૂતોએ સરકાર તરફથી મંત્રણા માટે આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે માત્ર ચર્ચા નહીં, પરંતુ તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે. ખેડૂતોની મુખ્ય માગ છે કે વીજ ટાવર માટે આપવામાં આવતું વળતર જંત્રીના દરે નહીં, પરંતુ જમીનની વર્તમાન બજાર કિંમતના આધારે ચૂકવવામાં આવે.

ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી લીધા વગર જ ખેતરોમાં વીજપોલ અને વીજલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે તેમની ખેતી અને માલિકીના અધિકારો પર અસર પડી રહી છે.

ખેડૂતો હળવદ મામલતદાર કચેરી પહોંચ્યા

આંદોલનને વધુ મજબૂતી આપવા માટે 30થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી હતી. રાશનપુર ગામના ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા હતા. ઉપરાંત, 22થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો હળવદ મામલતદાર કચેરી પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો.

નારા સાથે પોતાની માંગણીઓ રજૂ કરી

ખેડૂતોએ “જય જવાન, જય કિસાન”ના નારા સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સાથે જ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને પણ વિવિધ ગામોના ખેડૂતો અને ગ્રામજનોનું સમર્થન મળ્યું હતું.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને તેમની સંમતિ વગર થતી કામગીરી પર રોક નહીં લાગે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

Breaking News : સુરતમાં જળબંબાકાર! અનેક વાહનો પાણીમાં ફસાયા, સ્કૂલે અને ટ્યુશને જતા વિદ્યાર્થીઓ અને લોકો અટવાયા, જુઓ Video

 

Published on: Jun 30, 2026 02:13 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">