Breaking News : દાહોદની આ શાળા પર ગંભીર આરોપ, વિદ્યાર્થિનીને LCના આપતા 11માં ધોરણમાં પ્રવેશ અટક્યો
મળતી માહિતી શાળાના સંચાલકો ફીના નામે વાલી પાસે 92 હજારની માગ કરી હતી વાલીએ પૈસા ના આપતા વિદ્યાર્થિનું LC આપ્યુ ન હતુ અને LC ન મળવાને કારણે હોનહાર વિદ્યાર્થિની ધોરણ 11 માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગઈ છે.
દાહોદ જીલ્લાના લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોની દાદાગીરીના આક્ષેપોનો મામલો સામે આવ્યો છે. લીમખેડાના જેતપુર ગામે આવેલી ભાજપના નેતા ચિરાગ શાહની આ સ્કૂલ સામે વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થિની કૃપાલી ભરવાડનું પરિણામ શાળા સંચાલકોએ ખોટી રીતે રોકી રાખ્યું છે.
ધોરણ 10ની વિદ્યાર્થીનું ખોટી રીતે LC રોકી રાખ્યું
ધોરણ 10માં ત્રીજો ક્રમ મેળવનાર આ વિદ્યાર્થિનીની આ જ સિદ્ધિ અને ફોટાનો ઉપયોગ કરીને શાળા પોતાનું માર્કેટિંગ કર્યું હતુ પરંતુ તે જ વિદ્યાર્થીનીની માર્કશીટ અને LC આપવાનો ઇનકાર કર્યો હતો. મળતી માહિતી શાળાના સંચાલકો ફીના નામે વાલી પાસે 92 હજારની માગ કરી હતી, વાલીએ પૈસા ના આપતા વિદ્યાર્થિનીનું LC આપ્યુ ન હતુ અને LC ન મળવાને કારણે હોનહાર વિદ્યાર્થિની ધોરણ 11 માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગઈ છે.
LCના મળતા વિદ્યાર્થિનીને ના મળ્યો ધોરણ 11માં પ્રવેશ
શાળા સંચાલકોએ દાદાગીરી તેમજ વર્ષ બગાડવાની ધમકી આપીને વિદ્યાર્થિનીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ થયો છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, શિક્ષણ વિભાગની ઘોર નિંદ્રાને કારણે હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્કૂલ સંચાલકોની દાદાગીરીના આક્ષેપોનો મામલો સામે આવ્યો
લીમખેડાની આ શાળાના સંચાલકો સામે મનમાની અને અનિયમિતતાના આક્ષેપો થયા છે. વાલીઓનો દાવો છે કે તેના કારણે હોનહાર વિદ્યાર્થિનીનું શૈક્ષણિક ભવિષ્ય અસરગ્રસ્ત બન્યું છે. સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Breaking News : સુરતમાં જળબંબાકાર! અનેક વાહનો પાણીમાં ફસાયા, સ્કૂલે અને ટ્યુશને જતા વિદ્યાર્થીઓ અને લોકો અટવાયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
