Skin Care Tips : ચણાનો લોટ પણ સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે, તેને લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

Besan Face Pack : દાદીમા પણ તેના જમાનામાં સ્કીન કેર માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હતા તે આપણે બધા જાણીએ છીએ. તેની કોઈ આડઅસર થતી નથી, પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ, ડ્રાયનેસ, રેશિઝ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Jul 22, 2024 | 2:20 PM
Besan Face Pack side effect : તમે ચણાના લોટનો ઉપયોગ કરીને ઘણી વાનગીઓ ખાધી હશે. આ ઉપરાંત તે રસોડાના મસાલામાંથી એક છે જેનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી સ્કીન માટે કરતા આવ્યા છે. ચહેરા પર ચણાના લોટનો ફેસ પેક લગાવવા માટે રંગ નિખારવાથી લઈને શરીરની સ્કીન માટે પણ ઉબટન બનાવવામાં આવે છે. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ચણાનો લોટ લગાવવાથી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

1 / 5
સ્કીન ટાઈપને ધ્યાનમાં રાખો : જો તમે ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખો. જેમ કે તમારી સ્કીન સુકી, ઓઈલી અથવા મિશ્રિત છે. જે લોકોની સ્કીન સુકી હોય તેમણે ચણાના લોટનો ઉપયોગ ટાળવો જોઈએ, નહીં તો ચહેરા પર શુષ્કતા વધી શકે છે. આ માટે ચણાના લોટમાં દૂધ મિક્સ કરીને લગાવો. જેથી ત્વચા મોઈશ્ચરાઈઝ બને. તેવી જ રીતે જો તમારી સ્કીન મિશ્ર હોય તો ચણાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવવું વધુ સારું છે.

2 / 5
આ ભૂલ ન કરો : આજકાલ ઘણા DIY સ્કિન હેક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો તમે ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કરી રહ્યા છો. તો ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તેમાં બેકિંગ સોડા મિક્સ ન કરો. આ સિવાય જેમની સુકી સ્કીન હોય તેમણે મુલતાની માટી સાથે ચણાનો લોટ લગાવવાનું ટાળવું જોઈએ. આ સિવાય જો તમે ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરીને લગાવતા હોવ તો પહેલા પેચ ટેસ્ટ કરો.

3 / 5
સમયનું ખાસ ધ્યાન રાખો : ચણાના લોટનો ફેસ પેક ચહેરા પર લગાવ્યા બાદ સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચણાના લોટના ફેસ પેકને સૂકવવા માટે 10 થી 15 મિનિટ પૂરતી છે. જ્યારે 70 થી 80 ટકા ફેસ પેક સુકાઈ જાય ત્યારે જ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. ચણાના લોટને લાંબા સમય સુધી ચહેરા પર રાખવાથી ત્વચા પર શુષ્કતા આવી જાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવવું પૂરતું છે.

4 / 5
ફેસ પેક સાફ કર્યા પછી આ વાતનું ધ્યાન રાખો : જો તમે ચણાનો લોટ અથવા કોઈપણ પ્રકારનો ફેસ પેક લગાવ્યો છે જે ત્વચામાં શુષ્કતા વધારી શકે છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખો કે ચહેરો સાફ કર્યા પછી સારું મોઇશ્ચરાઇઝર લગાવો. આ રીતે તમે કેટલીક નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખીને સ્કીન પર ચણાનો લોટ લગાવી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">