Fact: સોનાનું તો સમજ્યા પણ આ ચાંદીની શુદ્ધતા કેવી રીતે મપાય છે? આ ધાતુ ખરીદવા જાઓ તો હવેથી ધ્યાન રાખજો
મોટાભાગના લોકો સોના-ચાંદીમાં રસ ધરાવે છે અને એમાં રોકાણ કરે છે. આ સિવાય બીજી વાત એ છે કે, જ્યારે પણ કોઈ ઘરેણાં ખરીદવા જાય છે ત્યારે લોકો ચકાસે છે કે, આ ધાતુ કેટલી શુદ્ધ છે.

દરેક વ્યક્તિ જાણે છે કે, સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે પરંતુ ચાંદીની શુદ્ધતા નક્કી કરવા માટે વપરાતા સ્કેલ વિશે કોઈને કઈ ખાસ ખબર નથી.

સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. શુદ્ધ સોનું 24 કેરેટ છે, જેનો અર્થ 99.9% સોનું છે. 22 કેરેટ (91.6% શુદ્ધ), 18 કેરેટ (75% શુદ્ધ) અને 14 કેરેટ (58.5% શુદ્ધ) પણ સામાન્ય રીતે ઘરેણાં માટે વપરાય છે.

બીજીબાજુ ચાંદીની શુદ્ધતા કેરેટમાં નહીં પરંતુ ફાઇનનેસના નંબર અથવા હોલમાર્ક દ્વારા માપવામાં આવે છે. ફાઇનનેસ (બારીકાઈ)નો અર્થ એ થાય છે કે, 1000 માંથી શુદ્ધ ચાંદીના કેટલા ભાગ છે.

ઉદાહરણ તરીકે, 999 ફાઇનનેસમાં 99.9% શુદ્ધ ચાંદી હોય છે, 958 ફાઇનનેસમાં 95.8% શુદ્ધ ચાંદી હોય છે અને 925 ફાઇનનેસમાં 92.5% શુદ્ધ ચાંદી હોય છે. જણાવી દઈએ કે, આને 'સ્ટર્લિંગ' ચાંદી પણ કહેવાય છે.


ગુરુવારે ભારતીય બજારમાં ચાંદીના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા, જેમાં ₹1,000નો વધારો થયો. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ ₹1.40 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
